Abtak Media Google News

વાંકાનેર તાલુકામાં અંદાજે ૧૦૦ જેટલા ગામ્ય  વિસ્તારો આવેલા છે જેમાં મોટાભાગે અવાર-નવાર ખેડૂતોની સમસ્યા ઉભા પાકને નુકસાન કરતા જનાવરો ની રહી છે જેમાં જંગલી ભૂંડ અને જંગલી નીલગાય( રોજડા) નો સતત ત્રાસ વાંકાનેર તાલુકાના ખેડૂત લોકો મહેસુસ કરી રહ્યા છે જે અંગે અવાર નવાર ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત લેખિત અને મૌખિક અમુક ગ્રામ્ય વિસ્તારોમાંથી અવારનવાર થઈ રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના વાંકાનેર થી આશરે પાંચ કિ.મી ના અંતરે આવેલા પલાસડી નવા ધમલપર વિસ્તારની સીમા ખેડૂતોના ઊભા પાકને પડયા પર પાટું સમાન થતું હોય તેમ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર એવા વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આ જંગલી જનાવરો ના કારણે કીમતી બિયારણ ઓનો નાશ અને ઊભા પાકને નુકસાન કરતા ખેડૂતો તોબા તોબા પોકારી ઉઠયા છે આ અંગે તંત્ર ધ્યાન દે તેરી ખેડૂતોની લાગણી અને માગણી ઉઠવા પામી છે પલાસડી ધમલપર વચ્ચે લી સીમમાં નીલ ગાય નું ટોળું તસવીરમાં નજરે પડે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.