Abtak Media Google News

જેતપુર પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જેતપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. લગભગ વીસેક મિનિટ પડેલ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેતપુર પંથકમાં મોટેભાગે કપાસ,ઘઉ,ધાણા, ચણા સહિતનો પાક મબલખ થાય છે.

આ વરસાદને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મરચા, ઘઉ, ધાણા સહિતની જણસીઓ પણ પલળી ગઈ છે. પાક પલળતા વધુ એક વખત ખેડૂતોને ફટકો પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે તંત્રને સતર્ક અને સાવચેત સાથેની તમામ સૂચનાઓ હતી પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે મગફળીનો પાક નષ્ટ થયો છે.

આગાહી હોવા છતાં પણ તંત્ર દ્વારા માલને સંગ્રહ તેમજ વરસાદથી બચાવવા માટેની કોઈ તૈયારીઓ કરાઇ ન  હતી. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને તેમના તૈયાર મોલનો પૂરતો ભાવ પણ હવે નહિ મળે તેવું પણ ખેડૂતોઓ જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.