Abtak Media Google News

સાવરકુંડલા અને ઉના પંથકમાં પાંચ ઇચ વરસાદ ખાબક્યો: કેરી સહિતના પાકનો સફાયો હજી ચાર દિવસ માવઠાની આગાહી: સાવરકુંડલાની સાવલી અને શેત્રુંજી સહિતની નદીઓમાં નવા નીર આવ્યા

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રવિવારે તો સૌરાષ્ટ્રમાં હિમ વર્ષા જેવો માહોલ છવાયો હતો. ઉના અને સાવરકુંડલા સહિતના અનેક પંથકોમાં કરા સાથે ચારથી પાંચ ઇચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા પંથકમાં શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા હતાં. રાજમાર્ગો પર રિતસર બરફની ચાદર છવાય હતી. છેલ્લા 24 કલાકમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. હજી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

Advertisement

Screenshot 4 30

આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં પવન સહિત ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકમા 4/થી 5 ઇચ ક વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા સહીત બાઢડા વિજયાનગર જાબાળ રામગઢ ધજડી જીકિયાળી ભાડ વાકીયા નેસડી કરજાળા ઓળીયા ચરખડિયા આંબા સિમરન જીરા જીંજુડા પિઠવડી મેવાસા પિયાવા સેંજળ વંડા વાસિયાળી જેજાદ ઠવી ભેકરા ભોકરવા ગણેશગઢ ગાધકડા વડાળ અમુત્વેલ મોલડી નાનાભમોદ્રા કાનાતળવ હાથસણી ખોડી સમઢીયાળા કેરાળા કમી આંબરડી દોલતી  થોરડી મિતિયાળા સાકરપરા  વિજપડી સહિતનાં આજુબાજુના પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો ખેડુતો પાયમાલ થયા ઊભો પાક જમીનદોસ્ત થયો ખાસ કરીને હજારો એકર ની અંદર ઘઉ ચણા ડુંગળી ધાણા અને બાગાયતી પાક કેસર કેરી ના બગીચાઓને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચ્યું છે.Screenshot 5 29

સાવરકુંડલામાં સમગ્ર પંથક મા ફરી મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા પંથકના 80% થી વધુ ખેતી પાકને નુકસાન થયુ છે ઘઉં ચણા ડુંગળી ધાણા કેરીના આંબા જેવાં પાકનો થયો નાસ. ખેડુતો પર કુદરતી આફત ફરી વળી ખેતર મા પાણી ભરાયા ઊભો પાક પવન અને વરસાદ ની જપેટ મા આવતા ઢળી પડ્યો તો અમુક ખેતરોમાં પાકી ગયેલ ઘઉં ચણા જેવો પાક પલળીને ભૂકો થઈ ગયો અહીંના ખેડૂતોની માંગ છે કે ગુજરાત સરકાર ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે અને ખેડૂતની વેદના સમજે તો ખેડુતો ફરી પગભર થવા પામે ઉનાળા ની સિજન મા વાવાઝોડાં રૂપી વરસાદ ને કારણે બાગાયતી પાક કેસર કેરીનાં બગીચાઓનો સોથ વળીગયો જેથી કેરી પાક ને પણ મોટાં પ્રમાણ મા નુકસાન થયું છે

સાવરકુંડલા ની નાવલી નદી સહીત સેત્રૂજી નદી મા ભર ઉનાળે નીર આવ્યાં છે નદીઓ વહેતી થઈ છે. આ ઉપરાંત તાલાળા તાલુકાના ઘણા ખરા ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. તેમાં તાલાલા બોરવાવ ચિત્રાવડ ચિત્રોડ ભોજદે માધવપુર સુરવા ધાવા જસાપર મોરૂકા રસુલપરા આકોલવાડી વાડલા ગામડાઓમાં પવન સાથે વરસાદ ખાબકતા લસણ અને કેરીના પાકને નુકસાન થયું હતું જો વધુ વરસાદ પડશે તો કેરીનો પાક સદંતર સો ટકા નિષ્ફળ જશે વરસાદ સાથે પવન ફૂંકાતા કેરીઓના ઢગલા થયા હતા. અધિક ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી બાગાયત વિસ્તારમાં ભારે નુકસાની બેઠી રહ્યા છે આ તો કે સરકાર ખેડૂતોના વહારે આવે તેવી ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથની માગણી કરી છે.Screenshot 6 28

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વાતાવરટમાં પલ્ટો આવ્યા બાદ ધરમપુર અને રામપરા ગામે કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. રામપરા ગામે કરા સાથે ધોધમાર વરસાદ પડતા જીરૂં, ઘઉં, અને ચણા નિરણ જેવી વસ્તુઓને વ્યાપ નુકશાનથી ખેડૂતો પાયમાલ થયા છે.

ભરઉનાળે વરસાદ અને બરફના કરાના થર જામ્યા હતા. ચોટીલા પંથકમાં વાતાવરણ પલ્ટો આવતા કરા સાથે વરસાદથી જળબંબાકાર થઇ જવા પામ્યો હતો. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ આવતા ખેતીમાં મોટુ નુકશાન આવી પડ્યુ હતું અને કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. કમોસમી માવઠાના પગલે ઘઉં, વરીયાળી અને એરંડાના પાકમાં વ્યાપક નુકશાન થવાની ભિતી સર્જાવા પામી હતી. જ્યારે કમોસમી માવઠાના પગલે રોગચાળો પણ ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી છે.

ગોંડલ પંથકમાં ભારે પવન  અને વિજળી ના કડાકા સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા. સેમળા, પાંચીયાવદર, ખરેડા, કોલીથડ, હડતાલામા ભારે પવન અને ગાજવીજ સાથે એક થી દોઢ ઇંચ વરસાદ કરા સાથે પડયો હતો. બીલીયાળા, ભોજપરા, ભુણાવા વિસ્તારમા પણ વરસાદના ભારે ઝાપટા વરસ્યા હતા.

ગીર વિસ્તાર નજીકના આસપાસના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. નિતલી, વડલી, ધોકડવા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઘઉં, જીરું, ડુંગળી તેમજ કેરી સહિતના પાકોને નુકશાન થયું છે. જગતનો તાત ચિંતિત થઇ ગયો છે. રાજપરા બંદર ઉપર ભારે પવન સાથે કમોસમી વરસાદથી સુખી મરછીનાં વેપારી ઓને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

કોટડા સાંગાણી પંથકમાં ગામોમાં રાજગઢ માણેકવાડા મોટા માંડવા રામોદ સતાપર રામપરા ખરેડા અરડોઈ આને ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. બજારોમાં વરસાદી પાણી આવવા માંડ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.