Abtak Media Google News

ફુટ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

હાલ કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા પોલીસ અવાર નવાર વેપારીઓ નગરજનોને કહેવા છતાં તેનું પાલન નહિ કરતા ઉપલેટા શહેરના બે વેપારી સતત ત્રણ લોકો પોલીસની ઝપટે ચડી જતા તમામ સામે ગુનો નોંધાયો છે.

પી.આઇ. રાણાના ફુટ  પેટ્રોલીંગ દરમ્યાન વેપારીઓને વારંવાર વિનંતી કરવા છતાં નહિ સમજતા આખરે પોલીસે કાયદાનું ભાન કરાવી. રાજ માર્ગ રોડ ઉપર આવેલ શ્રીજી વાસણ ભંડાર વાળા કોમલ અશોકભાઇ કાછેલા (ઉ.વ.૪૦) (રહે. જવાહર સોસાયટી) પોતાના દુકાને ફુટપાણ ઉપર જાહેરમાં રાહદારીઓને અડચણ થાય તે રીતે માલ સામાન રાખુેલ હતો. તેમજ શ્રીનાથજી વાસણ ભંડાર વાળા દિપક ગોપાલભાઇ કારિયા (ઉ.વ.૩પ) રહે. ઉપલેટા, પોતાની દુકાનમાં સોશ્યલ ડિસ્ટન્ટ નહિ જાળવી માસ્ક નહી પહેરતા બન્ને વેપારી સામે આઇપીસી કલમ ૨૮૩ અને ૧૮૮ મુજબ ગુનો દાખલ કરેલ હતો જયારે ત્રીજો બનાવમાં બિજુકુમાર રમેશભાઇ વાછાણી (ઉ.વ.૩ર) રહે. મોટા મારડ વાળા પોતાના ત્રિપલ સવારી મોટર સાઇકલમાં માસ્ક પહેર્યા વગર નીકળતા તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધેલ હતો પોલીસના વારંવાર ચેતવણી છતાં વેપારીઓ નહી સમજતા આખરે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.