Abtak Media Google News

કુલ મતદાન 5381માંથી 1303 પુરૂષો અને 1040 મહિલાઓએ કર્યુ મતદાન

ઉપલેટા શહેર વોર્ડ નં.5ના ભાજપના મહિલા સદસ્યનું કોરોનામાં અવસાન થતા યોજાયેલી પેટાચુંટણીમાં 43.54 ટકા જેવું પાંખુ મતદાન થતા રાજકીયો પંડિતોનું ગણિત ઉધા પડે તો નવાઇ નહિં.

વોર્ડ નં.5ની પેટાચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચુંટણી જંગમાં હતા. નાયબ ચુંટણી અધિકારી અને મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયાની સતત દેખરેખ નીચે યોજાયેલ ચુંટણીમાં સવારે પ્રથમ 7 થી 9 વાગ્ય સુધીમાંના રાઉન્ડમાં 3.46 ટકા જેવુ પાંખુ મતદાન થતા રાજકીય પક્ષના કાર્યકરોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

બીજા રાઉન્ડમાં 9 થી 11 વાગ્યા સુધીમાં 13.17 ટકા, ત્રીજા રાઉન્ડમાં 11 થી 1 વાગ્યા સુધીમાં 23.04 ટકા, ચોથા રાઉન્ડમાં 1 થી 3 વાગ્યા સુધીમાં 31.93 ટકા, પાંચમાં રાઉન્ડમાં 3 થી 5 સુધીમાં 40.94 ટકા તેમજ છેલ્લા છઠ્ઠા રાઉન્ડમાં 43.54 ટકા જેવું પાંખુ મતદાન નોંધાતા રાજકીય પક્ષો મુંઝવણમાં મુકાઇ ગયા હતાં.

વોર્ડ નં.5ની પેટાચુંટણી કોઇપણ પક્ષનો ઉમેદવાર જીતે તેનાથી નગરપાલિકાના હાલના શાસનમાં કોઇ ફેર પડે તેમ નથી પણ ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી કાર્યકરોના ધાડેધાડા ઉતારી ચુંટણી ઉતેજના પૂર્વક બનાવી દીધી હતી. આવતીકાલે સવારે ટાવરવારા બિલ્ડીંગમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.

મતદાન બાદ બંને પક્ષના જીતના દાવા

મતદાન પૂર્ણ થયા બાદ પાંખું મતદાન થવા છતા ભાજપ અને કોગ્રેંસ પક્ષ દ્વારા જીતના દાવા કરાયા હતાં.

દેશ અને રાષ્ટ્રનું સુકાન મોદીના હાથમાં જ સલામત : યુવાન મતદાર

ઉપલેટા નગરપાલિકા વોર્ડ નં. 5ની પેટા ચુંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા આવેલા યુવાનોનું નગરપાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મતદાન કરનાર યુવાન હર્ષિલે મતદાન મથક બહાર જણાવેલ કે દેશ અને રાષ્ટ્રનું શુકાન ભાજપ અને મોદીના હાથમાં જ સલામત છે. યુવાનોને સંદેશો આપતા જણાવેલ કે દેશના યુવાનોને આગળ આવી મતદાન અચૂક કરવું જોઇએ અને લોકશાહી પર્વની ઉજવણી કરવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.