Abtak Media Google News

ઉમરગામ પાલિકામાં ય કાર્યકરોમાં ઉકળાટ

કેટલાક કાર્યકરોની બીજા પક્ષમાંથી ઝંપલાવવાની તૈયારી

વલસાડ જિલ્લાના ઉમ્રગામ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોના નામો જાહેર થતાં જુના કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી છે. ભારતીય જનતા પાર્ટીમાં નવા નિયમો મુજબ પાયાના કાર્યકરોની બાદબાકી થતા જુના કાર્યકરોએ અન્ય પક્ષોમાં દાવેદારી નોંધાવવા તજવીજો શરૂ કરી છે. ઉમરગામ નગર પાલિકા મા કુલ સાત વોર્ડ મા ૨૮ બેઠકો માટે બાવીસ હજારથી વધુ મતદારો મતદાન કરશે. ગુજરાતી મરાઠી અને પરપ્રાંતીયો ના દબદબા વક્ચે ચૂંટણી મા હાલ ઉમેદવારી કરવા ઉમેદવારો નો રાફડો ફાટ્યો છે.ભાજપ માટે આ વખતે માથાનો દુખાવો એટલે  ૮૦ થી વધારે દાવેદારો એ  ટિકિટ માંગી છે. જેમા પણ ટિકિટ નહી મળએ તો  પાછળ થી અપક્ષ ઉમેદવારી ના સંકેતો સામે આવી શકે છે . ગામડા માંથી શહેરી કરણ તરફ વળયા બાદ પાલિકા બન્યા પછી માત્ર ભ્રષ્ટાચાર અને વિવાદો મા ભાજપ નીં છબી ને ક્યાંક ને ક્યાંક નુકસાન થયુ છે . કોંગ્રસ ઉમેદવાર શોધવા ફાંફા મારી રહી છે કારણ ઉમરગામ શહેર મા  કોંગ્રસ ના એકલ દોકલ નેતા ઓ પંજા નીં શાન ટકાવી રાખવા જજુમી રહ્યા છે . હાલ આ ચૂંટણી મા ભાજપ ફરી છબી ખરડાયેલા લોકો ને પાછી તક આપશે કે પછી નવા ચહેરા ઓ ને મોકો આપશે તે ચર્ચા મા છે .ઉમરગામ પાલિકા ના ગંદા રાજકરણ નો ભોગ પ્રજા બનતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણી મા મતદારો નો મિજાજ કેવા પ્રકારનો હશે તે કોંગ્રસ અને ભાજપ ના મૂરતીયા નીં નામો નીં જાહેરાત થી રાજકીય ગરમાવો કેવો હશે તે  ખબર પડશે.

વોર્ડ નં. ૧ માટે ચારૂશિલા વિરેશભાઇ પટેલ, જયશ્રી અજયભાઇ માછી, ચેતનભાઇ રવિન્દ્રભાઇ ધનુ, આદિત્યભાઇ સુધીરભાઇ કારૂલકર, વોર્ડ નં.ર માટે ચંદ્રાવતી માછી, યજ્ઞિતા જિજ્ઞેશભાઇ માછી, હિરવભાઇ શાંતારામ ખરપડિયા, ગૌરવભાઇ ચંપકભાઇ કોન્ટ્રાકટર, વોર્ડ નં.૩ માટે મંદાબેન સંજયભાઇ દુબળા, સુમતિ રઘુબરભાઇ યાદવ,  રામશબદભાઇ હંસરાજભાઇ સિંહ, રામેશ્ર્વર વિજયકુમાર ગુપ્તા, વોર્ડ નં.૪ માટે વૈભવી કિશોરભાઇ માહ્વવંશી, વર્ષાબેન દિપકભાઇ પટેલ, મિલિન્દ કમલેશભાઇ સોનપાલ, કૃણાલભાઇ ભરતભાઇ રાઠોડ, વોર્ડ નં.પ માટે

પાર્થિની મોનિકભાઇ ભંડારી, વર્ષાબેન પ્રકાશભાઇ સુર્વે, ગણેશભાઇ રામાભાઇ બારી, અંકુશકુમાર સુરેશભાઇ કામળી, વોર્ડ નં.૬ માટે ગાયત્રી કનૈયાલાલ દુબે, કમલાવતી જયરામભાઇ ગુપ્તા, રાજ એકનાથ બિડકર, આનંદભાઇ શ્રીપતિભાઇ સીંગ, વોર્ડ નં.૭  માટે નયનાબેન પ્રવિણભાઇ દુબળા, દિપાલી સંજય ઠાકુર, કિરણભાઇ  શંકરભાઇ વારલી, રાજાભાઇ વાલાભાઇ ભરવાડના નામો જાહેર થયાં છે.આ ઉપરાંત જિલ્લા- તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામો ઘોષિત કરાયાં છે જેમાં જિલ્લા પંચાયતની ફણસ બેઠકમાં અલ્કાબેન હર્ષદકુમાર શાહ, મરોલી બેઠક માટે જીગ્નેશભાઇ ગજાનંદ મરોલીકર, સરીગામ બેઠક માટે દિપકભાઇ લખમાભાઇ મિસ્ત્રી, વલસાડ બેઠક માટે મુકેશભાઇ ભગુભાઇ પટેલ, ડહેલી – ભરતભાઇ બાવાભાઇ જાદવ, ખતલવાડા, ઉષાબેન મહેશભાઇ મસીયા સંજાણ, વિનયભાઇ અરવિંદભાઇ ઘોડી, સોળસુંબા શર્મિષ્ઠાબેન પંકજભાઇ ઘાટાલના નામ જાહેર થયાં છે.

આ ઉપરાંત તાલુકા પંચાયતની બેઠકમાં ફણસા જિલ્લા પંચાયતની ફણસા-૧ માં મુકેશભાઇ ઘોડી, ફણસા-ર માં રાનીબેન શિંગડા, માંડા લલીતાબેન હમાડા, સરોંડા – મહેશભાઇ આહિર, મહોલી જિલ્લા પંચાયતની કલગામના પ્રતિમાબેન પટેલ, મહોલી-૧ માં નવીનભાઇ હળપતિ, મહોલી-ર માં ધનિષાબેન કોળી, સરીગામ જિલ્લા પંચાયતની ભીલાડમાં સવિતાબેન વારલી, સરીગામ-૧ માં ઉર્મિલાબેન દુમાડા, સરીગામ-ર માં મનિષભાઇ  હળપતિ, સરીગામ-૩ માં વિલાસભાઇ ઠાકરીયા, વલવાડા જિલ્લા પંચાયત કચીગામમાં નયનાબેન પુરોહિત, કાલઇમાં અનીતાબેન વારલી, મોહન ગામમાં હેતલબેન વારલી, વલવાડામાં ધર્મેશભાઇ પટેલ, ડહેલી જિલ્લા પંચાયત અંકલાછમાં હેમાંગીબેન પટેલ, ડહેલીમાં ચિંતનભાઇ પટેલ, તુંબમાં દેવેન્દ્રભાઇ પટેલ, ઝરોલીમાં રમેશભાઇ ધાગડા, ખતલવાડા જિલ્લા પંચાયત ખતલવાડા-૧માં સંતોષભાઇ વાઘાત, ખતલવાડા-ર માં સુરેશભાઇ હળપતિ, ખતલવાડા-૪માં લીમજીભાઇ ઓઝરીયા, નારગોલમાં દક્ષાબેન ઘોડી, સંજાણ જિલ્લા પંચાયત દહાડમાં નિલમબેન પટેલ, પળગામમાં નીતાબેન દુબળા, સંજાણ-૧ માં કિર્તિકુમાર ઘોડી, સંજાણ-રમાં વર્ષાબેન ઘોડી, સોળસુંબા જિલ્લા પંચાયત દહેરીમાં દિનેશભાઇ દહેરીકર, સોળસુંબા-૧ માં રૂપાલી દુબળા, સોળસુંબા-ર માં શૈલેષભાઇ નાયકના નામો જાહેર થયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.