Abtak Media Google News

છેલ્લાં ૧૫ વર્ષથી આ વ્યવસાયમાં જોડાયેલા છે ભરતભાઈ ગાલોડિયા: ૨૧૫૧ હેર કેટ્ટ કરી ગીનીસ બુકમાં બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ

શહેરનાં વૈશાલીનગર-૧માં ભરતભાઈ ગાલોડિયા દ્વારા એટ્રેકશન હેર સલુન અને એકેડેમીનો પ્રારંભ કરવામાં આવેલ છે તેનું ઉદઘાટન રાજકોટ મેયર બીનાબેન આચાર્યનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ એટ્રેકશન હેર સલુન ૧૫ વર્ષથી આ વ્યવસાયમાં ભરતભાઈ ગાલોડિયા કાર્યરત છે. સાથે જ ભરતભાઈએ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ ૧૦ વર્ષ પહેલા ૨૧૫૧ હેર કટ કરી રેકોર્ડ બનાવેલ છે સાથે જ એટ્રેકશનમાં પુરુષો તથા મહિલાઓ માટે ખાસ સેવા આપવામાં આવશે. એકેડેમીની પણ સુવિધા ઉપલબ્ધ છે. ઈન્ટરનેશન એકેડેમી પણ શરૂ કરી રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં પણ વધુને વધુ લોકોમાં આ કલાની આવડત આવે તે હેતુ છે સાથે જ રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, ગાયત્રીબા વાઘેલા તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Inaugurated-By-The-Mayor-Of-Attraction-Hair-Salon-Academy-In-Vaishali-Nagar
inaugurated-by-the-mayor-of-attraction-hair-salon-academy-in-vaishali-nagar
Inaugurated-By-The-Mayor-Of-Attraction-Hair-Salon-Academy-In-Vaishali-Nagar
inaugurated-by-the-mayor-of-attraction-hair-salon-academy-in-vaishali-nagar

સલુનની એક સારી ઓળખ ઉભી થશે: મેયર બીનાબેન

Inaugurated-By-The-Mayor-Of-Attraction-Hair-Salon-Academy-In-Vaishali-Nagar
inaugurated-by-the-mayor-of-attraction-hair-salon-academy-in-vaishali-nagar

મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, એટ્રેકશન હેર સલુનનું ઉદઘાટન થયું છે. ભરતભાઈને ખુબ-ખુબ શુભેચ્છા પાઠવી છે. અષાઢી બીજનાં પણ સૌને અભિનંદન આપે છે. આજનાં અષાઢી બીજનાં પાવન પર્વ નિમિતે આ એટ્રેકશન હેર સલુનનું ઉદઘાટન થયું છે. એક સારી રીતે પોતાની ઓળખ ઉભી કરવાની હોય છે.

તે આ સલુનમાં થશે તે બદલ ભરતભાઈને શુભેચ્છા પાઠવે છે.

બોલબાલા ટ્રસ્ટ વતી હેર સલુનને શુભકામના પાઠવતા જયેશભાઈ

Inaugurated-By-The-Mayor-Of-Attraction-Hair-Salon-Academy-In-Vaishali-Nagar
inaugurated-by-the-mayor-of-attraction-hair-salon-academy-in-vaishali-nagar

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખનાં જયેશભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉદઘાટન ઘણા થતા હોય છે પણ આ હૃદયનું ઉદઘાટન છે. અષાઢી બીજનાં રોજ ભગવાનની શોભાયાત્રા નિકળતી હોય ભગવાન દર્શન દેવા મંદિર બહાર નિકળતા હોય ત્યારે રાજકોટનાં કાલાવડ રોડ વિસ્તારમાં એક એવું રજીસ્ટ્રેશન હેર સલુન એન્ડ એકેડેમીનું ઉદઘાટન થયું છે જેટલું વ્યકિતને શિક્ષણ જરૂરી છે તેટલું જ સ્વાવલંબન પણ જરૂરી છે. સ્વાવલંબન હેતુ માટે આર્ટીસ્ટો ઉત્પન્ન કરવા એક એવી એકેડેમી શરૂ ભરતભાઈ ગાલોડિયા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે. ભરતભાઈ ગાલોડિયા દ્વારા ૧૦૦૦થી વધુ લોકો તેમના હાથ નીચે તૈયાર થઈ ચુકયા છે. તેમનો મેન હેતુ છે કે રાજકોટ પુરતુ સીમીત ન રહીને સૌરાષ્ટ્ર અને સોરઠની ધરા અને ગામડે તાલુકા મથકે જઈ એવા ઘણા કારીગરો અને ઘણા બહેનોને બ્યુટી પાર્લરનાં બિઝનેસ શરૂ કરાવવા માટેનો છે અને ભરતભાઈનો ગોલ છે કે તે વધુને વધુ લોકોને પોતાની કલા પીરસી શકે.

ઈન્ટરનેશનલ એકેડમી શરૂ કરવાનું સ્વપ્ન પૂર્ણ થયું: ભરતભાઈ ગાલોડિયા

Inaugurated-By-The-Mayor-Of-Attraction-Hair-Salon-Academy-In-Vaishali-Nagar
inaugurated-by-the-mayor-of-attraction-hair-salon-academy-in-vaishali-nagar

એટ્રેકશન હેર સલુનનાં ભરતભાઈ ગાલોડિયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૫ વર્ષથી આ વ્યવસાય ધરાવે છે. એટ્રેકશન હેર સલુન અને એકેડમી ચલાવે છે અને હાલ ઈન્ટરનેશનલ એકેડમી શરૂ કરાયું છે. અલગ-અલગ ઈવેન્ટ કરે છે. અલગ-અલગ ફિલ્ડમાંથી સોશિયલ વર્ક કરતા હોય છે. એજ રીતે અલગ-અલગ સેવા કરવાનો મોકો મળે છે. છેલ્લા ૧ વર્ષથી વિચારતા હતા.

આ ઈન્ટરનેશન એકેડમી શરૂ કરવાનું તે સપનું તેમનું પુરુ થયું છે. તેમાં હેરને લગતી, સ્કિનને લગતી, મેકઅપને લગતી એકેડેમી છે અને રાજકોટ ગુજરાત સૌરાષ્ટ્રમાં આવતી એકેડમી બનાવવા માંગે છે. અત્યાર સુધી ડેમોસ્ટ્રેશન પ્રેકટીકલ ઓછુ હતું હવે આ સલુનમાં ઘણી મોટી જગ્યા હોવાથી પ્રેકટીકલ ઉપર વધારે ધ્યાન આપવાના છે. ઈન્ટરનેશનલ થ્રીયેરીકલ કરવાના છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું સપનું બચપનથી જ હતું. ૧૦ વર્ષ પહેલા તેમને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં રેકોર્ડ કર્યો છે. ૨૧૫૧ હેર કટ કરેલ છે. ૫૨ કલાક સુધી હેર કટ કરેલ છે. તેના માટે નરેન્દ્ર મોદીએ એવોર્ડ આપેલ છે. ઉપરાંત રાજકોટ કોર્પોરેશને પણ એવોર્ડ આપેલ છે. રાજકોટની જનતાએ પણ ખુબ જ પ્રેમ આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.