Abtak Media Google News

કુંદકુંદ કહાન દિગંબર જૈનતીર્થ  સુરક્ષા ટ્રસ્ટ-મુંબઈ દ્વારા આયોજન

જુનાગઢની પરમ પવિત્ર, અલૌકિક  અને જે ભૂમિ ભગવાન નેમીનાથની તપોભૂમિ પણ ગણાય છે એવા ભવનાથ ક્ષેત્રમાં જૈન સંપ્રદાયની 44 મી આધ્યાત્મિક શિક્ષણ શિબિર તથા શ્રી સિદ્ધચક્ર મંડલ વિધાનનો ગત તા. 15 થી પ્રારંભ થયો છે, અને આગામી 21 નવેમ્બર સુધી શ્રી કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 3000 થી વધુ ભાવિકો જોડાયા છે, અને તેના મુખ્ય યજમાન રેવાબેન નાગરદાસ ટિંબડિયા પરિવાર હસ્તે ભરતભાઈ, કમલેશભાઈ અને પ્રદીપભાઈ  ચૌધરી છે.

Advertisement

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ પ્રેરણાધામ ખાતે શ્રી કુંદકુંદ કહાન દિગંબર જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ મુંબઈ દ્વારા રેવાબેન નાગરદાસ ટીંબડીયા પરિવારના મુખ્ય યજમાન પદે 44 મો આધ્યાત્મિક શિક્ષણ શિબિર અને શ્રી સિદ્ધચક્ર મંડલ વિધાનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગત મંગળવારથી શરૂ થયેલા અને આગામી 21 નવેમ્બર સુધી આ શિક્ષણ શિબિર દરમ્યાન સવારના જિનેન્દ્ર પ્રક્ષાલ, શ્રી સિદ્ધચક્ર મંડલ વિધાન, માંગલિક વ્યાખ્યાન, પૂજ્ય ગુરુદેવશ્રી નું સીડી પ્રવચન, બપોરના બાબુ યુગલજીની સીડી પ્રવચન, આધ્યાત્મિક ગોષ્ટી અને રાત્રીના જિનેન્દ્ર ભક્તિ, તીર્થ વંદના, પ્રવચન સહિતના ચાર સત્રમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે,

આ આયોજનમાં જૈન સંપ્રદાયના વિદ્વાન દિલ્હીના  જતિશચંદ્રજી શાસ્ત્રી, હિંમતનગરના પંડિત રજનીભાઈ દોશી મુખ્ય નિર્દેશક છે, તથા જબલપુરના વિરાગ શાસ્ત્રી સહનિર્દેશક તરીકે તથા પંડિત અજયકુમારજી શાસ્ત્રી, પંડિત પ્રકાશભાઈ શાહ, પંડિત રાજેન્દ્રકુમારજી જૈન, પંડિત પ્રદીપજી ઝાંઝરી, પંડિત શૈલેષભાઈ શાહ, પંડિત સુનિલજી શાસ્ત્રી, ડો. સંજીવજી ગોધા, ડો. મનીષજી શાસ્ત્રી, હેમંતભાઈ ગાંધી, ડો. શાંતિકુમારજી પાટીલ, પંડિત  દેવેન્દ્રકુમારજી જૈન, પંડિત અનિલજી શાસ્ત્રી, પંડિત નિલેશભાઈ શાહ, પંડિત અનુભવજી તથા પંડિત જ્ઞાકજી શાસ્ત્રી જ્યારે વિધાન વિશેષક તરીકે પંડિત સંજયજી શાસ્ત્રી અને પંડિત અશોક જૈન સહિતના વિદ્વાનો દેશભરની માંથી અંહી ખાસ ઉપસ્થિત રહ્યા છે.

આ શિક્ષણ શિબિરનું મુંબઈના નિમેશભાઈ શાંતિલાલ સાહેબ મંગલ ઉદ્ઘાટન કરાવ્યું હતુ, વિધાનના પ્રેરણા સ્તોત્ર રાજકોટના આધ્યાત્મય પ્રવક્તા લાલચંદ્રભાઇ મોદી, વિધાનના મુખ્ય આયોજક રેવાબેન નાગરદાસ ટિંબડિયા પરિવાર રાજકોટ અને કોલકત્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા ચક્રેશકકુમારજી અશોક કુમારજી સુશીલકુમારજી અને બજાજ પરિવાર કોલકત્તા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જ્યારે મંડપનું ઉદ્ઘાટન રાજકુમારજી અજમેરા રતલામ વાળા તથા વિધાનનું ઉદઘાટન ભરતભાઈ તથા કમલેશભાઈ ટીમલિયા પરિવાર અને કનુભાઈ મૂળચંદજી દોશી પરિવાર મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ પદે પ્રદીપજી ચૌધરી, મુખ્ય અતિથિ તરીકે પ્રેમચંદ્રજી, વિશિષ્ટ અતિથિ તરીકે અજીતજી જૈન, આઈ.એસ. જૈન, રાજુભાઈ વાડીલાલ શાહ, પ્રતિકભાઈ શાહ, વસંતલાલ શાહ, પારસજી બ્રજ, હંસલજી બંડી, મહિપાલજી સાલગીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વસંતભાઈ દોશી, સ્વાગત સતકાર અલોકજી જૈન અને આભાર દર્શન અશોકજી જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં 45 માં આધ્યાત્મિક શિક્ષણ શિબિર અને સિદ્ધચક્ર મંડલ વિધાન સાત દિવસ દરમિયાન ચાલી રહ્યું છે, તે માટે દેશભરમાંથી આવેલા લગભગ ત્રણ હજાર જેટલા ભાવિકોના રહેવા અને આરામ માટે માટે ભવનાથ શહેરના આરામ ગૃહો, ગેસ્ટ હાઉસ તથા ધાર્મિક જગ્યાઓ બુક કરવામાં આવી છે, તથા જૈન દિગંબર સમાજના ભાવિકો, વિદ્વાનો તથા મુખ્ય અતિથિઓ સહિતનાઓ માટે લગભગ ચાર  જેટલા રસોડા ઉભા કરવામાં આવ્યા છે તથા આ તમામ વ્યવસ્થા આયાજકો દ્વારા વિનામૂલ્ય કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.