Abtak Media Google News

ગુજરાતની પ્રથમ મ્યુઝીક સ્કુલ વિદેશ સાથે સંલગ્ન: બ્રિટનથી મ્યુઝીક ટીચરે આપી ખાસ હાજરી

અબતક, રાજકોટ: કાલાવાડ રોડ પર જડડુઝ હોટલની બાજુમાં ‘એકેડમી ઓફ વર્લ્ડ મ્યુઝીક’ની શરુઆત કરવામાં આવી છે. બ્રીટન સાથે જોડાયને ગુજરાતની પ્રથમ મ્યુઝીક સ્કુલ બની છે. જે વિદેશી સાથે સંલગ્ન થઇ છે. બ્રિટનથી મ્યુઝીક ટીચર એ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં  સાઇરામ દવે, પંકજ ભટ્ટ વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્રને સારુ મ્યુઝીક એજયુકેશન મળે એ અમારુ વિઝન: જયેન્દ્ર પટેલ

Inauguration-Of-Academy-Of-World-Music-On-Kalawad-Road
inauguration-of-academy-of-world-music-on-kalawad-road

જયેન્દ્ર પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એકેડમી ઓફ વર્લ્ડ મ્યુઝીક એ પેરીસ સાથે સંલગ્ન કરી ઇન્ટરનેશનલ સ્કુલને રાજકોટ ખાતે શરુ કરવામાં આવી છે. અમારુ વિઝન છે કે સૌરાષ્ટ્ર ગુજરાતને એક સારુ મ્યુઝીક એજયુકેશન મળી રહે અને ગુજરાત છોડીને બહાર ન જવું પડે આ ગુજરાતની સૌ પ્રથમ ઇન્ટરનેશનલ મ્યુઝીક સ્કુલ છે. જે ફોરેન્ડ સાથે જોડાયેલ છે. ગુજરાતમાં લોકો સંગીતને કમાણીનું સાધન માનતા નથી તે માટે લોકો સંગીત કેરીયર અને કમાણી તરીકે એમ બે રીતે લઇ શકે. હું હંમેશા ૨૪ + ૭ લોકોને જાણકારી આપવા માટે તૈયાર રહું છું. અમારા નવા સોપાનની શરુઆતમાં અબતક એ સ્પોર્ટ કરતા ખુબ ખુબ આભાર.

રાજકોટના વિદ્યાર્થીઓમાં ખુબ ટેલેન્ટ: એડવર્ટ બિવાલકર

Inauguration-Of-Academy-Of-World-Music-On-Kalawad-Road
inauguration-of-academy-of-world-music-on-kalawad-road

એડવર્ટન બિવાલકરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું એસએનકે સ્કુલમાં મ્યુઝીકનો વર્કશોપ કરવા માટે આવ્યો ત્યારે મનેખુબ સારો રીસયોન્સ મળ્યો હતો. જેમાં ૬૦ થી ૭૦ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કુલના વિઘાર્થી, પ્રોફેશનલ પ્લેયરોએ તેમાં ભાગ લીધો હતો. રાજકોટમાં મ્યુઝીકની ડીમાન્ડ પણ ખુબ છે. બોમ્બે દિલ્હીની સરખામણીએ રાજકોટમાં મ્યુઝીક શિખવાના સોર્સ છે અને અહિયા વિઘાર્થીઓમાં ટેલેનડ ખુબ છે. જો તમે દુ:ખી છો અને તમે સારુ મ્યુઝીક સાંભળી તો તમારા ચહેરા પર મુસ્કરાહટ આવે છે. તમે જે પ્રકારનું મ્યુઝીક સાંભળો છો તે પ્રકારનો તમારો મુડ બને છે. મારે ખુદને કાંઇ વિચારવું હોય તો એ હું મારા ઇન્સ્યુમેન્ટ સાથે કરું છું એને પ્લેકરીને વિચાર કરું છું મ્યુઝીક શિખવાથી સ્ટડીમાં પણ ફાયદો થાય છે. રાજકોટ તથા ભારતમાંથી વિઘાર્થીઓ મ્યુઝીક શીખવા માટે વિદેશ જતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.