Abtak Media Google News

200 નવા દાગીના આવ્યા: ભાવ રૂ.1050 થી 1611 બોલાયા

 

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવા ધાણાની આવક થવા પામી હતી. 20 કિલોના ભાવ 1050 થી 1611 રૂપીયા ભાવ બોલાયા હતાં. ગઇકાલે નવી ડુંગળીની પણ આવક થવા પામી હતી.

માર્કેટીંગ યાર્ડમાં રોજ નવી-નવી જણસીની આવક થઇ રહી છે. ગઇકાલે નવી ડુંગળીની આવક થવા પામી હતી. 3700 કિલો ડુંગળીની આવક થઇ હતી. પ્રતિ 20 કિલો ડુંગળીના ભાવ 110 થી 275 રૂપીયો બોલાયો હતો. દરમિયાન આજે નવા ધાણાની આવક થવા પામી હતી. ધાણાના 200 દાગીના આવ્યા હતાં. પ્રતિ 20 કિલો 1050થી 1611 રૂપીયા ભાવ બોલાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.