Abtak Media Google News

 

કોથમરીમાં પ્રોટીન, ફાઇબર વિટામીન, મિનરલ વગેરેથી છે ભરપૂર

 

શિયાળા માં સોથી સસ્તુ અને સરળ મળતી હોય તે છે કોથમરી ગૃહિણીઓ જ્યારે શાકભાજી  ખરીદે છે, ત્યારે તે કોથમીર અચૂકપણે મેળવે છે. જોકે આ લીલા ધાણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે.

ભોજનમાં સજાવટ કરવા તથા રૂપ-રંગ નિખાવા માટે દરેક ઘરમાં લીલા ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ તાજું અને સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો સંકેત આપે છે. ઘણા બધા લોકો પોતાના ઘરોમાં કોથમીરના છોડ ઉગાડે છે કે જેઓ કોથમીરના લાભદાયક ઔષધીય ગુણો અંગે જાણકારી ધરાવે છે.

81Smqssc9El. Sl1500

કોથમીરમાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઈઇડ્રેટ, વિટામિન, મિનરલ, કેલ્શિયમ, આયર્ન કેરોટીન, પોટેશિયમ, વિટામિન સી, થિયામિન, ફોસ્ફરસ વગેરે જેવા અનેક શાનદાર ઔષધીય ગુણો ધરાવે છે. તેના મારફતે આપણે આપણા શરીરને તનદુરસ્ત બનાવી શકીએ છીએ.

કોથમીરનું સેવનથી આપણે અનેક રીતે કરી શકીએ. ઠંડીમાં કોથમીરની ચટણી ઘણા લોકોને ભાવે છે. આ ઉપરાંત કોથમીર પાઉડર, કોથમીરના બીજ અને કોથમીરના લીલા પાંદડા પણ આપણે સૌ ઉપયોગ કરી છીએ છીએ.

Coriander Chutney

ઠંડીમાં લીલા ધાણા કોઈ પણ સ્વરૂપે સેવન કરવાથી પેટને લગતી તમામ સમસ્યાનો અંત આવી શકે છે. જો તમારા પેટમાં દુ:ખાવો થતો હોય, તો અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી કોથમીર પાઉડર નાંખીને નિયમિતપણે પીવાથી પેટને લગતી પીડાઓથી મુક્તિ મળે છે. કોથમીર તમારી પાચન શક્તિને મજબૂત કરવાનું કાર્ય પણ સારી રીતે કરે છે. તેમાં રહેલા ફાઇબર અને અન્ય અનેક પોષક તત્વો ભોજન પચાવવામાં મદદ કરે છે અને આંતરડામાં રહેલી ગંદકીનો મળ સ્વરૂપમે નિકાલ કરે છે.

 

કોથમીર ડાયાબિટીસમાં લાભદાયક

જો તમે બ્લડ શુગરનું લેવલ વધતુ અટકાવવા ઇચ્છતા હોવ, તો કોથમીર ઘણી લાભદાયક સાબિત થઈ શકે છે. તમે માની શકો છો કે ડાયાબિટીસના દર્દીઓ માટે કોથમીર એક જડી-બૂટી છે કે જેનું નિયમિત સેવન કરવાથી બ્લડમાં રહેલા ઇંસ્યુલીનનું પ્રમાણ વધતુ અટકાવી શકાય છે.

આંખોના સંરક્ષણ માટે કોથમીર ઔષધીય

જો તમે કોથમીરનાં પાણી વડે આંખોની સફાઈ કરો, તો તેનાથી રોશની વધે છે, કારણ કે કોથમીર એંટીબેક્ટેરિયાના ગુણો અને વિટામીન અ વિપુલ પ્રમાણમાં ધરાવે છે કે જેના વડે આંખનું ઇરિટેશન, આંખનું લાલ થવું, આંખમાં સોજો આવવો તથા આંખને લગતી અન્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. તમે ધાણાને પાણીમાં ઉકાળીસ તે પી પણ શકો છો.

શરદી અને કફમાં લાભદાયક

ધાણાના બીજમાં રહેલા એંટીબેક્ટેરિયલ ગુણો તથા વિટામિન ઈ તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોથમીરના સેવનથી આપે ઋતુ બદલાય, ત્યારે અથવા શિયાળામાં શરદી અને કફ જેવી મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.

વજન ઘટાડે છે કોથમીર

કોથમીરના બીજ મેદસ્વિતામાં ઘટાડો કરવામાં મદદરૂપ બની શકે છે, કારણ કે તેની અંદર રહેલા એંટીઇનફ્લેમેટરી અને એંટીબેક્ટીરિયલ તત્વો સારા પ્રમાણમાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે તેમ જ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું કરવામાં તે અસરકારક સાબિત થાય છે. કોથમીરના બીજને પાણીમાં ભિંજવીને તથા દરરોજ સવારે નરણા કોઠે સેવન કરી શકાય છે.

કોથમીરના ઔષધીય ગુણ વાળની તનદુરસ્તી માટે ઉપયોગી

કોથમીરમાં વિટામિન અને પ્રોટીન વિપુલ પ્રમાણમાં હોય છે કે જેથી વાળને પોષક તત્વો મળે છે તથા નવા વાળની વૃદ્ધિ પણ સારી થાય છે. જો તમારે વાળ ખરવાની સમસ્યા હોય, તો કોથમીરનો ઉપયોગ શરૂ કરી દો. તમે કોથમીરના પાંદડા પાણીમાં ઉકાળીને તે ઠંડા થવા દો. કોથમીરના પાણી વડે વાળને સારી રીતે ધુઓ. તેનાથી તમને ટૂંકમાં જ સારા પરિણામ જોવા મળશે.

એનીમિયાની સારવામાં કોથમીર લાભદાયક

જે લોકોને એનીમિયાની સમસ્યા છે, તેમના માટે આયર્નનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થાય છે, ત્યારે કોથમીરમાં રહેલા આયર્ન લોહી બનાવવામાં મદદ કરે છે. માટે કોથમીરનું નિયમિત સેવન કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.