Abtak Media Google News

કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં 16.74 ટકાનો અને ઈન્કમટેક્સની આવકમાં 32.30 ટકાનો વધારો

ભારે ઉતાર ચઢાવ વચ્ચે ભારત દેશની અર્થ વ્યવસ્થા ઝડપભેર વિકસિત થઈ રહી છે એટલું જ નહીં આવક પણ ઉતરોતર લોકોની વધતા જે આવકવેરા વિભાગ ની આવક થવી જોઈએ તેમાં પણ અનેક કંસે વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આકવેરા વિભાગની આવક 24 ટકા વધી ગઈ છે.  1 એપ્રિલથી લઈ 8 ઓક્ટોબર 2022 સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેકશન રૂ. 8.98 લાખ કરોડ થવા પામી છે. જે ગયા વર્ષના આ ગાળા કરતાં 23.8 ટકાનો વધારો દર્શાવે છે. કોર્પોરેટ ટેક્સની વસૂલાતમાં 16.74 ટકાનો અને ઈન્કમટેક્સની આવકમાં 32.30 ટકાનો વધારો નોંધાયો છે. રિફંડની જોગવાઈ કર્યા પછી ચોખ્ખી સીધા

કરવેરાની વસૂલાત રૂ. 7.45 લાખ કરોડ થવા પામી છે. જે એક વર્ષ અગાઉ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કરતા 16.3 ટકા વધારે છે. જે નાણાકીય વર્ષ 2022-23નાં બજેટનાં અનુમાનનાં 52.46 ટકા છે. કરવેરાની વધુ વસૂલાત કોઈપણ દેશ માટે આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારાનો સંકેત માનવામાં આવે છે. ભારતની ઈકોનોમી કોરોનાનાં ફટકામાંથી બહાર આવી ગઈ છે. રશિયા અને યૂક્રેન યુદ્ધને કારણે અન્ય દેશોની ઈકોનોમી ડચકાં ખાઈ રહી છે ત્યારે ભારતની ઈકોનોમીમાં સતત તેજીનો સંચાર જોવા મળી રહ્યો છે. કંપનીઓનાં સારાં પરિણામો તેમજ વધુ નફાની કમાણીને કારણે આર્થિક વૃદ્ધિનું એન્જિન દોડતું રહ્યું છે.

વ્યક્તિગત આવકવેરાની વસૂલાત ફક્ત  17.35 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે સાથે 16.25 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.કોર્પોરેટ આવક તેમજ વ્યક્તિગત આવકનો વધારો ક્રમશ 16.73 ટકા અને 32.20 ટકા રહ્યો હતો. બીજી તરફ રિફંડ અંગે જો વાત કરવામાં આવે તો 1.53 લાખ કરોડ રૂપિયાના રિફંડ 1લી એપ્રિલ થી 8 ઓક્ટોબર સુધી આપવામાં આવેલા છે. તરફ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ટ્રેડ ડેફિસીટ પણ વધી છે પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાને એવા સ્પષ્ટ છે કે આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થા વેગવંતી બનશે અને સરકારને ઘણી ખરી રીતે સારી આવક પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.