મોરબીના ત્રણ જેટલા ગ્રુપના સિરામિક એકમોને ઈન્કમટેકસ વિભાગે નિશાન બનાવીને દરોડા પાડયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના આઈટી વિભાગે મોરબીમાં ધામા નાખીને સિરામીક એકમોમાં તપાસનો દૌર શ‚ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સિરામીક સિટી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં આજે ઈન્કમટેકસ વિભાગે ધામા નાખ્યા છે. ઈન્કમટેકસના અધિકારીઓએ મોરબી શહેરમાં આવેલ ઓરલ અને કેપ્શન સિરામીક સહિતના ત્રણ ગ્રુપોના એકમો પર ત્રાટકીને દરોડા પાડયા છે. ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓએ સિરામીક એકમોને નિશાન બનાવીને દરોડા પાડયા હોવાનું વહેલી સવારે જાણવા મળ્યું હતું.
સિરામીક એકમોમાં મોટાપાયે ટેકસ ચોરી થતી હોવાની વિગતો મળવાથી ઈન્કમટેકસ વિભાગે એકમો સામે લાલ આંખ કરી દરોડા પાડયા છે. ઈન્કમટેકસ વિભાગના આ દરોડાથી ટેકસ ચોરી કરતા સીરામીક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ઉઠયો છે.