Abtak Media Google News

ભારતે રશિયા સાથે S-400 સર્ફેસ એર મિસાઇલ સિસ્ટમનો સોદો કરેલ છે.રશિયા ઓક્ટોબર 2020થી S-400 મિસાઇલની પ્રથમ સ્કોડ્રન આપવાનું શરૂ કરશે.એપ્રિલ 2023 સુધીમાં તમામ 5 સ્કોડ્રન આપવામાં આવશે.રક્ષામંત્રી સુભાષ ભામરે લોકસભામાં કહ્યું કે S-400 મિસાઇલ સિસ્ટમથી ભારતને સંવેદનશીલ હવાય સૂરક્ષાની શક્તિ મળી રહેશે.

Advertisement

ભારતે ગયા વર્ષે 5 ઓક્ટોબરના 5.43 બિલિયન ડોલર(40,000 કરોડ)નો કોટ્રાક્ટ પર રશિયા સાથે હસ્તાક્ષર કરેલ છે.આ કોટ્રાક્ટના આધારે રશિયા ભારતને 400 મિસાઇલ સિસ્ટમ આપાશે ભારતે આ રક્ષા સોદો એ સમયે કરેલ હતો જ્યારે અમેરિકાની ધમકી પછી પણ,કહ્યું હતું કે રશિયા પાસેથી હથિયાર અને ઇરાન પાસેથી તેલ ખરીદનાર દેશોને કટાક્ષ કરીને પ્રતિબંધિત કરવામા આવ્યા હતો.

ભામરે કહ્યું કે ભારત સરકારે તમામ પાસાને ધ્યાનમાં રાખીને આ સોદો કરેલ છે.જેની અસર થઈ શકે છે.આગણ જણાવ્યુ કે સૂરક્ષાના પડકારને ધ્યાનમાં રાખી ભારત સરકારે સાર્વભૌમત્વની સાથે આ નિર્ણય કરેલ છે.કોઈ પણ પરિસ્થિતીના પડકારનો સામનો કરવા માટે આ સોદો ખૂબ મહત્વનો  છે.  

આ સિસ્ટમની મદદથી ભારત 380 કિલોમીટરમાં કોઈ પણ બોમ્બર્સ જેટ,જાસુસ વિમાનો,મિસાઇલ અને ડ્રોનને શોધી તેનો નાશ કરી શકે છે. આ દ્રારા ભારત પોતાની હવાઇ સૂરક્ષાને  વધુ મજબૂત કરવા માગે છે.આ સિસ્ટમને ભારત ચીન,પાકિસ્તાન અને દિલ્લીમાં રાખશે. ભારતે આ મિસાઇલ સિસ્ટમ ની ખરીદીની પ્રક્રિયા 2015માં શરૂ કરેલ હતી.કેંન્દ્રિય મંત્રીમંડળની સૂરક્ષા સમિતિએ ગ્યાં વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ મંજૂરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.