Abtak Media Google News

વિશ્ર્વભરમાં માત્ર ગુજરાત એવું રાજય છે કે જયાં બિલાડીની ત્રણ જાત સિંહ, વાઘ, અને દિપડો જોવા મળે છે. તેમાં પણ એશિયાન્ટિક સિંહો ગુજરાતનાં ગીરમાં જ જોવા મળે છે. પરંતુ વનના રાજા ‘સિંહ’ જોખમમાં હોય તેમ મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. જે ખરેખર ચિંતાજનક છે. ૩ માર્ચના રોજ વિશ્ર્વ વન્ય જીવ દિનની ઉજવણી વિશ્ર્વભરમાં થઈ હતી વર્લ્હ વાઈલ્ડલાઈફ ડેની ઉજવણીનો ગુજરાત રાજય કક્ષાનો કાર્યક્રમ સાસણગીર ખાતે યોજાયો હતો. આ તકે હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, ગુજરાતમાં સાવજોની સંખ્યા ૬૦૦એ આંબી ગઈ છે.

સિંહની વસ્તી ગણતરી હવે, વર્ષ ૨૦૨૦માં થવાની છે. તેથી સિંહોની સંખ્યા વધી છે કે ઘટી તે તો આ વસ્તી ગણતરી બાદ જ ખબર પડશે પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું માનવું છે કે છેલ્લા વર્ષોનાં ટ્રેન્ડ પ્રમાણે આ વખતે પણ સિંહોની સંખ્યામાં વધારો થશે સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત રાજયમાં છેલ્લા ત્રણ વર્ષમાં સિંહોની વસ્તી ૫૨૩ થી વધી ૬૦૦ થઈ ગઈ છે. એટલે કે, સાવજોની વસ્તીમાં ૧૫%નો વધારો થયો છે.

સાસણગીરમાં યોજાયેલો વિશ્ર્વ વન્યજીવના ઉજવણીનો કાર્યક્રમ ‘બીગ કેટ: પ્રીડેટર્સ અન્ડર થ્રેટ’ થીમ અંતર્ગત યોજાયો હતો. આ તકે, સીએમ રૂપાણી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, લોકોની મદદ અને ઈકો ફ્રેન્ડલી પોલીસીથી સિંહોની સંખ્યા ૧૫% ના વધારાની સાથે ૬૦૦એ આંબી ગઈ છે. મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૭માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનાં એશિયાટીક સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે રાજય સરકારે રૂ૪૦ કરોડનું ફંડ ફાળવ્યું હતુ પીએમ નરેન્દ્ર મોદીની આજ પોલીસીને અમે આગળ લઈ જઈ શકીશું અને ગુજરાતમાં ‘પ્રોજેકટ લાયન’ માટે વ્યાજબી ભંડોળ ફાળવીશું.

જંગલ ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર, સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે થાય છે. છેલ્લી સિંહ વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૫માં થઈ હતી અને હવે આગામી વસ્તી ગણતરી વર્ષ ૨૦૨૦માં થશે અને આ વસ્તી ગણતરી બાદ જ સિંહોની સંખ્યાના સાચા આંકડા ખબર પ ડશે જોકે, પોતાના મોનીટરીંગ માટે સમયાંતરે સિંહની ગણતરી કરાય છે. અને આ ગણીનાં આંકડા જંગલખાતાના અધિકારીએ મુખ્યમંત્રીને કરી દીધા હતા. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના ભાષણમાં આ આંકડા જારી કરી દીધા. સામાન્ય રીતે આ આંકડા લોકો સમક્ષ મુકાતા નથી.

સિંહોની વર્ષ ૨૦૧૫ની વસ્તી ગણતરીમાં પરંતુ સંખ્યા નોંધાઇ હતી જે વર્ષ ૨૦૧૦ ની સરખામણીએ ૧૧ર વધુ છે. ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધીમાં સિંહોની સંખ્યામાં ૨૭ ટકા નો વધારો થયો હતો અને વાર્ષિક વૃઘ્ધીદર પ ટકા નોંધાયો હતો. જે આગામી વસ્તી ગણતરીમાં પણ એમને એમ જ રહે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સિંહોની વસ્તીને લઇને વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુાદીન શેખ દ્વારા પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં સરકારે કબુલ્યું હતું કે,છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ માં કુલ ૧૮૪ સિંહોના મોત થયા છે. એક તરફ સિંહોના મોતના આંકડાઓ વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો તો બીજી તરફ રૂપાણી સરકારનું કહેવું છે કે, સિંહની વસ્તીમાં ૧પ ટકાનો વધારો થયો છે.

રાજય સરકારે સિંહના મોત વિશે વિધાનસભામાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬ દરમિયાન ૧૦૪ અને વર્ષ ૨૦૧૭ દરમિયાન ૮૦ સિંહોના મોત નિજપયા છે. આ આંકડાની સરેરાશ ગણીએ તો દર મહીને ગુજરાતના ગૌરવ ગણાતા ૭ થી વધુ સિંહ મોતને ભેટે છે.

બે વર્ષમાં ૧૮૪ સિંહોના મોત થયા છે એ વાતને સરકારે કબુલી છે આ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં સિંહોની સંખ્યામાં ૧પ ટકા વધીને સંખ્યા ૬૦૦ થવાની પણ ધારણા મુખ્યમંત્રીએ વ્યકત કરી છે.

એક તરફ છેલ્લા ત્રણ વર્ષમાં સિંહોની વસતી ૫૨૩થી ૧૫% વધી ૬૦૦ થઈ હોવાનું તારણ તો બીજી તરફ બે વર્ષમાં ૧૮૪ સિંહોના મોત થયાની સરકારની કબુલાત

વર્ષ ૨૦૨૦માં સાવજોની વસતી ગણતરી બાદ જ ખબર પડશે; ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાન્ટિક સિંહો જોખમમાં કે સુરક્ષીત??!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.