Abtak Media Google News

ટ્રક સહિતના કાર્ગો વાહનો માટે ૬૦ કિ.મી. અને બાઈક માટે ૫૦ કિ.મી.ની સ્પીડ લીમીટ નક્કી કરાઈ સ્પીડ લીમીટ ઘટાડવા માટે સનિક તંત્રને અધિકાર

કેન્દ્ર સરકારે શહેરોમાં કાર માટે મહત્તમ સ્પીડ લીમીટ વધારીને ૭૦ કિ.મી. કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રક સહિતના કાર્ગો કેરીયર માટે ૬૦ અને ટુ-વ્હીલર માટે ૫૦ કિ.મી.ની સ્પીડ લીમીટ બાંધવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારનો છે. સનિક તંત્ર કેટેગરી પ્રમાણે સ્પીડ લીમીટ ઘટાડી પણ શકે છે.

Nitin Kmbcઅત્યાર સુધી માર્ગ અને પરિવહન મંત્રાલય માત્ર રાષ્ટ્રીય સ્પીડ લીમીટ નકકી કરતું હતું. રાજયોમાં રોડના પ્રકાર અલગ હોવાી અલાયદી સ્પીડ લીમીટ બાંધવામાં આવી નહોતી પરંતુ કેન્દ્ર સરકારે પ્રમ વખત આ પ્રકારનું પગલુ લીધુ છે. હાલ સનિક તંત્ર દ્વારા શહેરી વિસ્તારોમાં ૪૦-૫૦ કિ.મી.ની સ્પીડ લીમીટ બાંધવામાં આવી છે. શહેરોમાં રીંગ રોડનું પ્રમાણ વધતા સરકારે સ્પીડ લીમીટ વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, સનિક તંત્રને સ્પીડ લીમીટ ઘટાડવાનો અધિકાર રહેશે.

માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીએ ગઈકાલે સ્પષ્ટ કર્યું હતું કે, ચાર પ્રકારના રોડ ઉપર વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લીમીટ નકકી કરવામાં આવી છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી અભય દામલેની આગેવાનીવાળી કમીટીએ એકસપ્રેસ-વે અને હાઈ-વે પર સ્પીડ લીમીટ વધારવાની તરફેણ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.