Abtak Media Google News

શાળા કોલેજો અને સંસ્થાઓ સહિતના સ્થળોએ રાષ્ટ્રઘ્વજ ફરકાવી અપાય સલામી: સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76માં સ્વાતંત્ર્ય દિનની શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. દેશની આઝાદી માટે આપણા પૂર્વજો એ એકતા અને અખંડિતા માટે શહીદ થયેલ તેમને આજ યાદ કરી દેશનું જતન કરી અને દેશની એકતા સાથે અખંડિતાને બનાવી રાખવામાં આવે હર ઘર તિરંગા અંતર્ગત બધા જ ઘરમાં તિરંગા લહેરાવી દેશભકિતનો માહોલ સર્જાયો હતો. શાળા, કોલેજ, કચેરી, શાખા, ઠેર ઠેર જગ્યા આન, બાન અને શાનની રાષ્ટ્રઘ્વજ ફરકાવીને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડ તેમજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  • મહાનગર પાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની કરાઇ ઉજવણી
  • મેયર, કમિશનર તથા તમામ સભ્યો દ્વારા અપાઇ તિરંગાને સલામી

01 Rmc Dwadhvandan

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં મેયર ડો.પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, નરેન્દ્રભાઇ ડવ, નીતિનભાઇ રામાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઇ કાટોડીયા, ભાવેશભાઇ દેથરીયા, મગનભાઇ સોરઠીયા, અશ્ર્વિનભાઇ પાંભર, બીપીનભાઇ બેરા, ચેતનભાઇ સુરેજા, વિનુભાઇ સોરઠીયા, રણજીતભાાઇ સાગઠીયા, હાર્દિકભાઇ ગોહિલ, આસી.મેનેજર અમિત ચોલેરા, કાથરોટીયા, પ્રોજેક્ટ ઓફિસર કાશ્મીરાબેન વાઢેર, તેમજ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો તેમજ જુદા-જુદા વિભાગોના કર્મચારીઓ ઉ5સ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઇ આર.પીપળીયાના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર અમીત ચોલેરા તથા સાંસ્કૃતિક વિકાસ વિભાગની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

  • સ્વામિનારાયણ ગુરૂકુળમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

Img 20220816 Wa0018

સ્વામીનારાયણ ગુરૂકુળ ઢેબર રોડ ખાતે ગત દિવસે 76માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ.ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, સંતો, શિક્ષકો બે હજારથી વધુ બાળકો દ્વારા 110 ફૂટના રાઉન્ડમાં ‘75 અમૃત મહોત્સવ’ની ડિઝાઇન કરવામાં આવેલ હતી. બાળકોએ વરસતા વરસાદમાં દેશભક્તિ ગીત રૂપક, નૃત્ય પીરામીડ વગેરે રજૂ કરીને દેશભક્તિ અદા કરવામાં આવી હતી.

  • રાજકોટ રેલવે ડિવિઝનમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Whatsapp Image 2022 08 15 At 11.56.39 Am 1

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનનાડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, ધ્વજને સલામી આપી હતી અને ડીઆરએમ ઓફિસ પરિસર, રાજકોટમાં આયોજિત કાર્યક્રમમાં ઔપચારિક પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રેલવે કર્મચારિયોને સંબોધતા શ્રી જૈને તેઓને અને તેમના પરિવારોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (ઈન્ચાર્જ)  પ્રકાશ બુટાનીનો સંદેશો પાઠવ્યો. આ પછી આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેલવે કર્મચારીઓ દ્વારા ગાયેલા ગીતોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણીથી ઓતપ્રોત કરી દીધું હતું. ત્યારબાદ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, 75 વર્ષ અને તેથી વધુ વયના પાંચ નિવૃત્ત રેલવે કર્મચારીઓને તેમની રેલવે સેવા સાથે વિશેષ યોગદાન બદલ ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નિવૃત્ત રેલવે કર્મચારીઓમાં  શિવકુમાર એન પંડ્યા,   એ.આર. મન્સુરી,  રૂપસિંહ એસ પરમાર,  હીરાલાલ રોડુલાલ અને  છગનલાલ હરજીવનનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં એડિશનલ ડિવિઝનલ રેલવ ેમેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના ઉપપ્રમુખ   મીતાસૈની અને તેમની ટીમ,સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર  અભિનવ જેફ, ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર   પવન કુમાર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી  મનીષ મહેતા, વરિષ્ઠ મંડળ સામગ્રી પ્રબંધક  અમીર યાદવ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • નાગરીક સહકારી બેંક લી. દ્વારા રાજકોટ અને બહારગામની શાખાઓમાં ઘ્વજવંદન યોજાયું

Rnsb Press 15Aug2022D

રાજકોટ નાગરીક સહકારી બેંક લી. દ્વારા 1પ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાજકોટમાં બેંકની હેડ ઓફીસ, અરવિંદભાઇ નાગરીક સેવાલય, 1પ0 ફુટ રીંગ, રૈયા સર્કલ પાસે અને બહારગામની શાખાઓમાં ઘ્વજવંદન યોજાયેલું હતું. આઝાદીના અમૃત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે નીધીબેન મહેતા, નીકીતાબેન ડોડીયા, પુજાબેન ચારોલીયા અને જીજ્ઞાબેન મારડીયાએ મનોરમ્ય રંગોળી બનાવી હતી. ઘ્વજવંદન બાદ મહાનુભાવોએ માનનીય પ્રાસંગિક ઉબોધન કર્યુ હતું.

  • કડવીબાઇ ક્ધયા વિઘાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

021

વલ્લભ ક્ધયા કેળવણી મંડળ રાજકોટ સંચાલીત કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલયમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનું ગૌરવ અને તરણ સ્પર્ધાની નેશનલ એવોર્ડ વિજેતા વિઘાર્થીની ટાંક પ્રીશાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં  શાળાના ટ્રસ્ટીઓ પ્રફુલ્લભાઇ ગોહીલ, અનિલભાઇ અંબાસણા, નિયામક હિરાબેન માંજરીયા, આચાર્ય વર્ષાબેન ડવ, શિક્ષકમિત્રો તથા બહોળી સંખ્યામાં વિઘાર્થીનીઓ ઉ5સ્થિત રહ્યા હતા.

  • શહે2 ભાજપ કાર્યાલયે  કરાયું  ધ્વજવંદન

16 8 Dhvajvandan

2ાજકોટ ક2ણપ2ા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીની અધ્યક્ષ્ાતામાં તેમજ 2ાજયસભાના સાંસદ 2ામભાઈ મોક2ીયાના વ2દ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે ધા2ાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેય2 ડો. પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહે2 ભાજપ મહામંત્રી જીતુ કોઠા2ી, કીશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2, 2ાજકોટ જિલ્લા ભાજપ પ્રભા2ી 2ક્ષ્ાાબેન બોળીયા, ભાનુબેન બાબ2ીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત 2હયા હતા.

  • રાજ પ્રાથમિક શાળામાં ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

Img 20220815 Wa0386

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ પ્રા. શાળાના વિઘાર્થીઓ દ્વારા દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી નીમીતે 1પમી ઓગસ્ટના ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયેલ શાળાના સંચાલક રાજેનભાઇ કે. સિંધવના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ હતું. શાળાના વિઘાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો.

  • હર ઘર તિરંગા અભિયાન  સંદર્ભે રાજકોટ રેલવે ડિવિઝનમાં જાગૃતિ રેલી યોજાય

Combined Pic

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને રાષ્ટ્રધ્વજ અને તિરંગાને સન્માન આપવા માટ ેતમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ક્રમમાં આજે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈનની આગેવાની હેઠળ સેંકડો રેલવે કર્મચારીઓએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર ખાતે તિરંગા ઝુંબેશ સંદર્ભે એક જાગૃતિ રેલી કાઢી હતી. ’ભારત માતા કી જય અને વંદેમાતરમ’ના નારા સાથે આ રેલીનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વરિષ્ઠ કાર્મિકઅધિકારી   મનીષ મહેતા, સીનિયરડીસીએમ   અભિનવ જેફ, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • સરસ્વતી શિશુમંદિરમાં પોલીસ કમિશ્નર દ્વારા ધ્વજવંદન કરાયું

Img 20220815 Wa0018

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર સંકુલ દ્વારા 15 ઓગષ્ટ, 76માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવની આ ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતી વિવિધ કૃતિઓ વરસતા વરસાદ વચ્ચે પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર દ્વારા પ્રસંશનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થવા બદલ આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • શાળા નં. 63માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન

Fb Img 1660633880998

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર 63 ના આંગણે 76માં સ્વતંત્રતા પર્વ ગત દિવસે ભાવભેર ઊજવણી કરવામાં આવી હતી.  કાર્યક્રમમા વોર્ડ કોર્પોરેટર શ્રી રવજીભાઈ મકવાણા તેમજ સી.આર.સી, આચાર્યશ્રી, એસએમસી મેમ્બર્સ અને ઓજસ્વી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરીને બાળકો દ્વારા પીટી ના દાવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધોરણ 3 થી 8 ના અભ્યાસકીય સિદ્ધિ મેળવેલ 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

  • શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ એવમ શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે રાષ્ટ્રના આઝાદીના 75મા વર્ષની ઉજવણી 

3F0D0496 1446 43Ed A0Eb E4D4Dddabf57

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવ ના આજ્ઞાનુવર્તિ પૂ. પારસમૈયા (પૂ. રંભાબાઈ મ.) ના સુશિષ્યા સ્વાધ્યાયપ્રેમી પૂ. વિમલાજી મ. આદી ઠાણા-3 ની નિશ્રામા શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળા ખાતે એવમ ગોંડલ સંઘાણી સંપ્રદાય ના શાસનદિપક પૂ. બા.બ્ર નરેન્દ્રમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી પૂ. બા.બ્ર. જય-વિજયબાઈ મ. ના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધી પૂ. બા.બ્ર. સાધનાબાઈ મ. આદી ઠાણા-6 ની નિશ્રામા શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે રાષ્ટ્રના આઝાદીના 75મા વર્ષની ઉજવણી અંતર્ગત ધાર્મિક અને શાસન ની ઉજવણી નો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. આ કાર્યક્રમમા બહેનો તથા બાળકોએ વિવિધ કૃતિઓમા ભાગ લઈ કૃતિઓ રજુ કરેલ હતી. ખૂબજ બહોળી સંખ્યામા શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ નો લાભ લીધેલ હતો. આ કાર્યક્રમમા રોયલપાર્ક જૈન મોટા સંઘ-સેવા સમિતિના સભ્યો, શેઠ ઉપાશ્રય જૈન સંઘ-સેવા સમિતિના સભ્યો તથા મહિલા મંડળના બહેનો એ ભારે જહેમત ઉઠાવેલ હતી.

  • શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન અને તિરંગા યાત્રા યોજી સ્વતંત્રતા પર્વની ઉજવણી

Img 20220816 Wa0041 2રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 15 મી ઓગસ્ટના રોજ શહેર કાર્યાલય ખાતે ધ્વજવંદન અને તિરંગા યાત્રા યોજી સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી અને વિધાનસભા-70 તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે માતરમ, ભારત માતા કી જય ના નારા ગુંજ્યા હતા. આ ધ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય  લલીતભાઈ કગથરા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, મહેશભાઈ રાજપૂત સહીત ના કાર્યકરો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

  • રાજકોટ બ્રાંચ ઓફ આઇસીએઆઇ ખાતે 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

Img 20220816 Wa0001

રાજકોટ બ્રાંચ ખાતે રાજકોટ બ્રાંચ ઓફ WIRC ઓફ આઇસીએઆઇ અને રાજકોટ બ્રાન્ચ ઓફ WICASA   દ્વારા 76માં દિવસની ઉજવણી કરવામાં આવી. 76માં સ્વાતંત્ર્ય દિવસ નીમીતે રાજકોટ આઇસીએઆઇ  ના ચરેમન  સીએ જીજ્ઞેશ રાઠોડના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સીએ જીજ્ઞેશ રાઠોડએ આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી, રાષ્ટ્ર પ્રેમને બિરદાવી રાજકોટ આઇસીએઆઇખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

  • ધ ગ્રાન્ડ મુરલીધર (TGM) હોટેલ વિશાળ તિરંગાથી સુશોભિત

1660622955627

રાજકોટના જામનગર રોડ પર આવેલી ખ્યાતનામ હોટલ ધ ગ્રાન્ડ મુરલીધર (TGM) ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 76માં પ્રજાસતાક પર્વ નિમિતે હોટલના બિલ્ડીંગને 90 ફુટ લંબાઈના વિશાળ તિરંગાથી સજાવવામાં આવી હતી. તિરંગાથી સુશોભિત TGM હોટલનું આ બિલ્ડીંગ જોઈ ગ્રાહકો તથા સૌ નાગરિકોના હૃદયમાં રાષ્ટ્રભાવના જાગૃત થઈ હતી. આ ઉપરાંત ધ ગ્રાન્ડ મુરલીધર  TGM હોટેલના એભલભાઈ, ધર્મેશભાઈ, ભાર્ગવભાઈ તથા કુવાડીયા પરિવાર પોતાની સેવાકીય પ્રવૃત્તિથી જાણીતા છે ત્યારે TGM હોટલ પર વિશાળ તિરંગાથી બિલ્ડીંગ સજાવીને  તેમની રાષ્ટ્રભાવના જોવા મળી હતી. આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ કુવાડીયા પરિવારે પોતાના નિવાસ સ્થાને પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.

  • ગૌતમ સ્કુલમાં ‘ધ્વજારોહણ’

Img 20220815 Wa0091સ્વાતંત્ર દિવસ નિમિત્તે મજૂર કામદાર મેદાન ખાતે ગોતમ સ્કૂલ દ્વારા સ્વાતંત્ર દિવસ ની ધ્વજ ફરકાવી ઉજવવા માં આવિયો જેમાં વોર્ડ નંબર 14 ના જાગૃત કોર્પોરેટર શ્રી નીલેશભાઈ જલુ તથા શાળા સંચાલક દિલીપભાઈ પંચોલી, વોર્ડ નંબર 14 ના પ્રમુખ  હરિભાઈ રાતડિયા, વોર્ડ ના મહામંત્રી  વિપુલભાઇ માખેલા, નરેન્દ્રભાઇ કુબાવાત અને આગેવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.