Abtak Media Google News

તાજીયા કમિટીની બેઠકમાં સામાજીક-રાજકીય આગેવાનોની બહોળી ઉપસ્થિતિ

ઇસ્લામના મહાન પેયગ્મબર  હજરત મહમદ સાહેબના દૌત્રીય શાહે કરબલા હજરત ઇમામહુસેન અને 72 જાનિશારોએ ઇસ્લામ અને માનવ ધર્મ કાજે કરબલાના મેદાનમાં આપેલી કુરબાની શાહેદની યાદમાં શહેરમાં પરંપરાગત રીતે શાને કરબલાની ઉજવણી માટે સદર તાજીયા કમીટીની મીટીંગ મળી હતી.

આ મીટીંગમાં તીલાવત સલામ પ્રમુખ સૈયદ ગફારબાપુ કાદરીએ કરી હતી. મીટીંગનો પ્રારંભ મહામંત્રી સૈયદ એજાજબાપુ બુખારીએ કાર્યક્રમનું સંચાલન સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઇ કટારીયાએ કર્યુ હતું. આભાર વિધિ પરવેઝભાઇ એમ. કુરેશીએ કરી હતી. આ મીટીંગમાં મુસ્લીમ અગ્રણી  યુનુસભાઇ જુણેજા (લકકી) એ માર્ગદર્શન આપ્યું હતું.

આ મીટીંગમાં જેમાં બે વર્ષ બાદ તાજીયા પંજાસવારી દુલદુલનું રૂટ મુજબ બે દિવસ ઝુલુસ  ફરશે. મીટીંગમાં સૈયદ ગફારબાપુ કાદરી, હાજી હુસેનભાઇ માડરીયા, યુનુસભાઇ જુણોજા, ઇકબાલભાઇ ચૌહાણ, યુનુસભાઇ કટારીયા, હુસેનભાઇ હાલેપોત્રા, સોએબભાઇ કોચલીયા, હુસેનભાઇ લાખા, રફીકબાપુ સૈયદ, સિંકદરભાઇ જુણાચ, અહેસાનભાઇ ચૌહાણ, યુસુફભાઇ મકરાણી, પરવેઝભાઇ કુરેશી, ઇમરાનભાઇ પઠાણ, અવેશભાઇ મકરાણી વિગેરેએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.