Abtak Media Google News

આરોગ્ય મંત્રીએ ટ્વિટર પર સફળ રસીકરણ અંગે સંતોષ સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી

કોરોનાના નવા વેરીએન્ટની સમગ્ર વિશ્વમાં ફરીથી ચિંતા ઊભી થઈ છે, ત્યારે ભારતમાં સામાજિક જાગૃતિ સંપૂર્ણ રસીકરણ અને આરોગ્યની સઘન વ્યવસ્થા થી આ મહામારી હવે સામાન્ય બની ચૂકી છે.

Advertisement

કોરોના સંપૂર્ણપણે કાબુમાં લાવવામાં જ્યારે સમગ્ર વિશ્વ જજુમતું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ભારતના વૈજ્ઞાનિકોએ વિશ્વના વિકસિત દેશો કરતા પહેલા ભારતમાં વેકસીન બનાવવાનું શરૂ કરીને આત્મનિર્ભરતા નું પ્રતીક બની રહ્યું છે

ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કોરોના સામેના જંગમાં રસી નિર્માણની 2020 માં વડાપ્રધાનની વૈજ્ઞાનિકો સાથે બેઠકથી શરૂ થયેલી  પ્રક્રિયા મા રસી બનાવવા સુધીની પ્રક્રિયા અને પ્રત્યેક નાગરિકને રસી આપી ડિજિટલ સર્ટિફિકેટ આપવા સુધીની સફળ સફર અંગે મનસુખભાઈ માંડવીયાએ રસી બનાવનાર કંપની અને આ અભિયાનમાં જોડાયેલા તમામ ની સરાહના કરવાના ટ્વીટર મેસેજ સમગ્ર દુનિયામાં ભારે રીચ મેળવી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.