Abtak Media Google News

મુસાફરોની મુસાફરીને સરળ અને સુવિધાસભર બનાવવા માટે પશ્ર્ચિમ રેલવેનો મહત્વપુર્ણ નિર્ણય

છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી અને લોકડાઉનની અસરને કારણે તમામ ઉદ્યોગ ધંધાની સાથોસાથ મુસાફરીને પણ મોટી અસર થવા પામી હતી. જો કે, ફરીવાર ગાડી પાટે ચડી રહી છે ત્યારે હવે રેલગાડી પાટે તો ચડશે જ સાથોસાથ પુરપાટ દોડશે પણ ખરા તેવું આયોજન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા ૧૦ નવી સ્પેશ્યલ ટ્રેનો ગુજરાતથી દોડાવાનો નિર્ણય કરાયો છે ઉપરાંત અમદાવાદને ૩ નવી ટ્રેનની ભેટ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ પ્રેસ રિલીઝ કરીને આ અંગે વધુ વિગતો આપી છે.

Advertisement

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સરળ મુસાફરી માટે કુલ ૧૦ નવી સ્પેશ્યલ ટ્રેનો દોડાવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગની ટ્રેનો ગુજરાતમાંથી પસાર થનારી છે. જે ટ્રેનો મુંબઇ અને ગુજરાતને જોડતું નેટવર્ક બનશે ઉપરાંત ત્રણ ટ્રેનો અમદાવાદ ખાતેથી ઉપડે તેવી વ્યવસ્થા કરીને કુલ ૧૩ ટ્રેનોની ફાળવણી કરવામાં આવી છે.

બ્રાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ-હિસર સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નંબર ૦૯૨૧૫ બાંદ્રા ટર્મિનસ-હિસર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન દર સોમવારે બપોરે ૧૨:૧૫ વાગ્યે બાંદ્રા ટર્મિનસ ખાતેથી ઉપડશે અને બીજા ફક્ત ૨૪ કલાકમાં હિસર ખાતે પહોંચી જશે. આ ટ્રેન સંભવત: ૨૨ ફેબ્રુઆરીથી દોડનારી છે. જ્યારે ફરિવાર ફક્ત ૩ કલાકમાં આ ટ્રેન બાંદ્રા જવા રવાના થશે.

બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-જયપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન

ટ્રેન નંબર ૦૯૨૩૩ બાંદ્રા-ટર્મિનસ-જયપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન સપ્તાહમાં એકવાર બાંદ્રાથી રવાના થઈને જયપુર સુધી જશે. દર સોમવારે સાંજે ૫ વાગ્યે બાંદ્રાથી ઉપડી વાયા અમદાવાદ પછીના દિવસે સવારે ૯:૪૫ વાગ્યે પહોંચી જશે.

બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશ્યલ

ટ્રેન નંબર ૦૨૯૬૫ બાંદ્રા ખાતેથી સાપ્તાહિક ધોરણે શરૂ થશે. દર શુક્રવારે રાત્રીના ૧૧:૫૫ વાગ્યે બાંદ્રાથી ઉપડી ભગત કી કોઠી ખાતે પછીના દિવસે ૪ વાગ્યે પહોંચી જશે. જેમાં ગુજરાતના વલસાડઝ સુરતઝ વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર સાહિતના જંકશન ખાતે ટ્રેન હોલ્ટ લેશે અને ત્યારબાદ રાજસ્થાન જશે.

બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-દિલ્લી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશ્યલ

ટ્રેન નંબર ૦૨૯૪૯ બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-દિલ્લી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન દર બુધવારે બપોરે ૧૨:૧૫ કલાકે બાંદ્રા ખાતેથી રવાના થઈને પછીના દિવસે સવારે ૧૧:૩૫ વાગ્યે દિલ્લી પહોંચશે. જેમાં પણ વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ જેવા જંકશન ખાતે હોલ્ટ રાખવામાં આવ્યો છે.

વલસાડ-જોધપુર સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર ૦૯૦૫૫ વલસાડ-અમદાવાદ-જોધપુર સ્પેશિયલ ટ્રેન દર સપ્તાહના મંગળવારે સાંજના સાત વાગ્યે વલસાડ ખાતેથી રવાના થશે. જે પછીના દિવસે સવારે ૮:૫૫ વાઅગ્યે જોધપુર ખાતે પહોંચી જશે. ટ્રેનમાં પણ સુરત, ભરૂચ,વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, મહેસાણા જેવા રાજ્યના જંકશન નો સમાવેશ કરાયો છે.

વલસાડ-કાનપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર ૦૯૨૪૩ વલસાડ-કાનપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે રાત્રીના ૧૦:૧૫ કલાકે વલસાડ ખાતેથી રવાના થશે. જે પછીના દિવસે સાંજે ૭:૩૦ વાગ્યે કાનપુર પહોંચી જશે. જે બાદ ફરીવાર કાનપુર થી રવાના થઈને ટ્રેન વલસાડ આવશે.જેમાં રાજ્યના અનેક નાનાં જંકશનો ખાતે ટોપ રાખવામાં આવ્યો છે.

પોરબંદર-અમદાવાદ-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર ૦૯૨૦૪ પોરબંદર-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન પોરબંદર ખાતેથી દર મંગળવારે રાત્રીના ૧૨:૫૦ વાગ્યે નીકળશે જે પછીના દિવસે સવારે ૮:૨૦ વાગ્યે સિકંદરાબાદ ખાતે પહોંચી જશે. ફરિવાર ફક્ત ૧૦ કલાકના અંતરે આ ટ્રેન સિકંદરાબાદ ખાતેથી રવાના થઈને પોરબંદર આવશે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, હાપા, જામનગર, સુરેન્દ્રનગર, વિરમગામ સહિતના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાપા-અમદાવાદ-મડગાવ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર ૦૨૯૦૮હાપા- મડગાવ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે આપા ખાતેથી રાત્રીના ૯.૩૦ વાગ્યે ઉમરગાવ જવા માટે રવાના થશે. જે પછીના દિવસે રાત્રીના નવ વાગ્યે મડગાવ ખાતે પહોંચી જશે.આ ટ્રેનના રૂટ માં પણ રાજકોટ,સુરેન્દ્રનગર,વિરમગામ સહિતના સૌરાષ્ટ્રના જંકશન નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ એસી કોચ નો પણ સમાવેશ કરાયો છે.

રતલામ-ભીલવાડા સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર ૦૯૩૪૫ રતલામ-ભીલવાડા સ્પેશ્યલ ટ્રેન ખાતેથી દરરોજ સાંજે ૬:૩૦ કલાકે ભીલવાડા જવા માટે રવાના થશે. જે ભીલવાડા ખાતે રાત્રીના જ ૧૨:૫૫ વાગ્યે પહોંચી જશે. આ ટ્રેન ૨૦મી ફેબ્રુઆરીના રોજ થી શરૂ થાય તેવી શક્યતાઓ છે. જો કે, આ ટ્રેન ગુજરાત ખાતે આવશે નહીં.

રતલામ-ડોક્ટર આંબેડકર નગર સ્પેશ્યલ ટ્રેન

ટ્રેન નંબર ૦૯૩૪૮ રતલામ-ડો.આંબેડકર નગર સ્પેશિયલ ટ્રેન દરરોજ સવારે ૧૦ વાગ્યે રતલામ ખાતેથી ડો.આંબેડકર નગર જવા રવાના થશે. જે તે જ દિવસે બપોરના ૧:૫૦ વાગ્યે ડોક્ટર આંબેડકર નગર પહોંચી જશે. ફરીવાર ડો. આંબેડકર નગર સ્ટેશન થી રતલામ જવા માટે ટ્રેન રવાના થશે. આ ટ્રેનના રૂટમાં ક્યાંય ગુજરાત રાજ્યના જંકશનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.