Abtak Media Google News

5 મેચની સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1ની બરાબરી પર  !!!

વુમન્સ ટી 20 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની સીરીઝ રમાઈ રહી છે જેમાં પ્રથમ ટી ટ્વેન્ટી ઓસ્ટ્રેલિયા ટીમે જીતો હતો જ્યારે ગઈકાલે રમાયેલા બીજા ટી 20 માં ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને સુપર ઓવરમાં માત આપી હતી. ભારત તરફથીspotરિચા ઘોષ અને સ્મૃતિ મંધાના દ્વારા આક્રમક રમત રમ્યા બાદ રેણુકા સિંઘની અસરકારક અને ઘાતક બોલિંગના પગલે ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20 સુપર ઓવરમાં જીતી લીધી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં સુપર ઓવરમાં એક વિકેટે 20 રન નોંધાવ્યા હતા. હેથર ગ્રેહામે ઓસ્ટ્રેલિયા તરફથી સુપર ઓવર નાંખી હતી. જેમાં રિચા ઘોષે પહેલા બોલે છગ્ગો ફટકાર્યો હતો. જોકે બીજા બોલે તેે આઉટ થઈ હતી. હરમનપ્રીત કૌરે ત્રીજા બોલે સિંગલ લીધો હતો. મંધાનાએ ચોથા બોલે ચોગ્ગો અને પાંચમા બોલે છગ્ગો ફટકાર્યો હતો. આખરી બોલ પર ઓસ્ટ્રેલિયાએ ઓવર થ્રો કરતાં ભારતને 3 રન મળ્યા હતા.

જેના કારણે ભારત 1 વિકેટે 20 રન સુધી પહોંચ્યું હતુ. હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ચિંતા નો વિષય એ છે કે અહીં જે રીતે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને બે ફૂટ ઉપર ધકેલવી જોઈએ તે કરવામાં ભારતીય મહિલા બોલરોેશ્વર નેવડી હતી અને તેના ચાર ખેલાડીને આઉટ કરવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. સુપર ઓવરમાં 21 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તકરફથી તરફથી રેણુકા સિંઘે બોલિંગ કરી હતી. સુકાની એલિસા હિલીએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને ત્યાર પછીના બોલ પર તેને સિંગલ લીધો હતો. ત્રીજા બોલે ગાર્ડનર આઉટ થઈ હતી તો સામે ચોથા બોલ પર તાહિલા મેક્ગ્રાએ સિંગલ લીધો હતો. જ્યારે હિલીએ ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો, પણ તે ટીમને જીતાડી શકી નહતી.

અગાઉ ઓસ્ટ્રેલિયાએ આપેલા 188ના ટાર્ગેટ  સામે દેવિકા વૈદ્યે મેઘન શટના આખરી બોલ પર ચોગ્ગો ફટકારતાં મેચમાં ટાઈ પડી હતી. ઓસ્ટ્રેલિયાના એક વિકેટે 187 સામે ભારતે પાંચ વિકેટે 187 રન કર્યા હતા.  ઓસ્ટ્રેલિયાએ બેથ મૂનીના 82 અને તાહીલ મેક્ગ્રાએ 70 રનની સાથે અણનમ 158 રનની ભાગીદારી નોંધાવતા સ્કોરને એક વિકેટે 187 સુધી પહોંચાડ્યો હતો. એલિસા હિલી 25 રન કરી શકી હતી. જવાબમાં સ્મૃતિ મંધાનાએ 49 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ગ્રેહામે ત્રણ વિકેટ ઝડપી હતી. શ્રેણીમાં બંને ટીમ 1-1થી બરોબરી પર આવી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.