Abtak Media Google News

રોહિતની સદી અને ચહલની ૪ વિકેટે ભારતને ૬ વિકેટથી વિજય અપાવ્યા

વર્લ્ડકપની ૭મી મેચ સાઉથહેમટન ખાતે રમાઈ હતી જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૬ વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં દક્ષિણ આફ્રિકાએ પોતાનાં પ્રથમ દાવમાં ૯ વિકેટ ગુમાવી ૨૨૭ રન નોંધાવ્યા હતા. મેચમાં જયારે આફ્રિકાની ટીમ ૮૦ રને પહોંચી હતી ત્યારે તેની ૪ મહત્વપૂર્ણ વિકેટો પડી જતાં દક્ષિણ આફ્રિકા બેક ફુટ ઉપર આવી ગયું હતું.

Advertisement

વિશ્વકપમાં આફ્રિકાની સતત ત્રીજી હાર થતાં તે માનસિક રીતે પડી ભાંગેલું છે જેને લઈ ભારતે આફ્રિકાને મેન્ટલી પછાડી ધુળ ચાંટતે કરી દીધું હતું. એવું પણ માનવામાં આવતું હતું કે, આફ્રિકાની બોલીંગ તેની મુખ્ય તાકાત છે પરંતુ હકિકતે જે રીતે ભારતીય ટીમનાં બોલરોએ ચુસ્ત બોલીંગ કરી આફ્રિકન ટીમનાં બેટસમેનોને હંફાવ્યા તે જોતાં સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે, આફ્રિકાની ટીમ પૂર્ણત: પ્રેશરમાં આવી ગયેલી છે.

આફ્રિકા તરફથી રમી રહેલા ક્રિસ મોરીસ અને એંડીલે ફેલુકવાયો દ્વારા સારો કમબેક કરી સન્માનજનક સ્કોર સુધી ટીમને પહોંચાડવામાં આવી હતી. બંને વચ્ચે આઠમી વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી નોંધાવાઈ હતી જેમાં અનુક્રમે ક્રિસ મોરીસે ૪૨ અને એંડીલેએ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું તે સિવાય ટીમનાં કેપ્ટન ડુપ્લેસીએ ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રમી રહેલા યજુવેન્દ્ર ચહલે સૌથી સારી ચુસ્ત બોલીંગ કરતાં ૧૦ ઓવરમાં ૫૧ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. સાથોસાથ જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમારે બે-બે વિકેટ લીધી હતી. જયારે કુલદિપ યાદવે એક વિકેટ લીધી હતી. ૨૨૮ રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે તેની પ્રથમ ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ૭૮ રન નોંધાવ્યા હતા. ૨૨૮ રનનો પીછો કરતાં રોહિત શર્મા ૧૨૨ રનની સહાયથી ટીમે સરળતાથી ટાર્ગેટ સુધી પહોંચી હતી. વ્યકિતગત ૧૨૨ રન કરતા તેને વન-ડેમાં ૨૩મી સદી ફટકારી હતી.

ભારતીય ઓપનર શિખર ધવન અને સુકાની વિરાટ કોહલી સસ્તામાં પેવેલિયન પરત થઈ ગયા હતા. જેમાં ધવન ૮ રન નોંધાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાંથી એંડીલે ફેલુકવાલો અને ક્રિસ મોરીસે એક-એક વિકેટ ઝડપી હતી. જયારે કગીસો રબાડાએ ૨ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા સામે વિશ્વકપમાં પ્રથમ મેચ રમી રહેલા ભારતીય ટીમે જે રીતે ચુસ્ત બોલીંગ પ્રદર્શન કર્યું તે જોતાં લાગી રહ્યું હતું કે, આફ્રિકા પુરા પ્રેશરમાં રમી રહ્યું હતું.

બુમ…બુમ…બુમરાહ!! બુમરાહ વિશ્વના સારા બેટ્સમેનોને ‘ગુમરાહ’કરશે!

Bumrah
BUMRAH

વિશ્વકપ શરૂ  થતાં પહેલા એવી ઘણી અટકળો ચાલી હતી કે, વિશ્વકપમાં ફાસ્ટ બોલીંગમાં કગીસો રબાડા પોતાનું ઉજજવળ પ્રદર્શન કરશે અને વિશ્વની તમામ ટીમોને હંફાવશે પરંતુ તે અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. વિશ્ર્વનાં નામાંકિત પેશ બોલરોની વાત કરવામાં આવે તો કગીસો રબાડા બાદ જસપ્રીત બુમરાહ જેવા નવોદિત ખેલાડીઓનાં નામ સામે આવ્યા હતા.

પરંતુ સાઉથ આફ્રિકા સામે રમેલા મેચમાં જે રીતે જસપ્રીત બુમરાહે વૈદ્યક અને ચુસ્ત બોલીંગ કરી તે જોતાં એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, વિશ્વકપમાં કોઈપણ ટીમનાં બેટસમેનો બુમરાહથી સાવચેત રહેશે. કારણકે બુમરાહની ગતી વિરોધી બેટસમેનોને ગુમરાહ કરશે તો નવાઈ નહીં. નેટ પ્રેકટીસ દરમિયાન જસપ્રીત બુમરાહ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે જંગ ખેલાઈ હતી જેમાં બુમરાહની પેશ અને તેની સ્પીડ થકી મહેન્દ્રસિંહ ધોની પણ ચુકી ગયો હતો ત્યારે આ વિશ્વકપ જસપ્રીત બુમરાહ માટે ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે જેનું એકમાત્ર કારણ એ પણ છે કે તેની એકાગ્રતા અને બેટસમેનોને પારખવાની શકિત અન્યની સરખામણીમાં ખુબ જ સારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.