Abtak Media Google News

રોહિગ્યા મુસ્લિમો રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો, પગલા તો લેવાશે જ: યુએન હ્યુમન રાઈટસની નિંદા સામે ભારતનો મક્કમ ઈરાદો

રોહિગ્યા મુસ્લિમોનું સ્થળાંતર રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ખતરો છે તેમ કહી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘે યુએન હ્યુમન રાઈટસે કરેલી નિંદાનો જવાબ આપ્યો છે. ભારતની સર્વોભોમિકતાના ભોગે રેફયુજી રોહિગ્યા મુસ્લિમોને સાચવી ન શકાય તેવી દલીલો અનેક વખત થઈ ચૂકી છે. વિદેશથી ગેરકાયદે ઘુસતા ઈમીગ્રેશનો ઉપર કડક કાર્યવાહી થશે તેવું ગૃહમંત્રીનું કહેવું છે.

ગત મહિને કેન્દ્ર સરકારે રોહિગ્યા મુસ્લિમો મોટા પ્રમાણમાં આતંકી સંગઠનો સાથે જોડાતા હોવાના કારણે ખતરો ઉભો થયો હોવાનું કહ્યું હતું. મંત્રી કિરણ રીજ્જુએ પણ ૪૦ હજાર રોહિગ્યા મુસ્લિમો જમ્મુ, હેદરાબાદ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, અને રાજસ્થાનમાં ગેરકાયદે વસવાટ કરતા હોવાની વિગતો આપી હતી. આ તમામ સામે કડક હાથે કાર્યવાહી કરવાની જાહેરાત થતા યુએનના હ્યુમન રાઈટસે ભારતના આ પગલાની નિંદા કરી હતી.

હ્યુમન રાઈટસના ચીફ ઝઈદ રાડ હુશેને હ્યુમન રાઈટસ કાઉન્સીલના ૩૬માં સેશન્સમાં ભારતમાંથી રોહિગ્યા મુસ્લિમોને હાંકી કાઢવાની વાત ઉપર રોષ વ્યકત કર્યો હતો. ત્યારબાદ ગૃહમંત્રી રાજનાથસિંઘે ભારતના સર્વોભોમિકતાના ભોગે કંઈ જ ન ખપે તેવો મક્કમ ઈરાદો કર્યો છે. યુએનની નિંદાને નજર અંદાજ કરી કેન્દ્ર સરકાર ગેરકાયદે વસતા રોહિગ્યા મુસ્લિમો ઉપર કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.