Abtak Media Google News

દક્ષિણકોરિયાને 3-2થી હરાવ્યું : આવતીકાલે પાકિસ્તાન સામે ભારત ટકરાશે

એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ  દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. છેલ્લી મેચમાં ભારતે મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. હવે દક્ષિણ કોરિયાને હરાવ્યું છે. આ મેચની વાત કરીએ તો શરૂઆતથી જ ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ નીલકંઠ શર્માએ કર્યો હતો. તેણે છઠ્ઠી મિનિટે આ ગોલ કર્યો હતો. જોકે, દક્ષિણ કોરિયાએ શાનદાર રમત બતાવીને 12મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો.

Advertisement

દક્ષિણ કોરિયા માટે સુંગહ્યુન કિમે 12મી મિનિટે ગોલ કર્યો હતો. આ રીતે રમત 1-1ની બરાબરી પર આવી ગઈ હતી. આ પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ 2-1થી આગળ રહી હતી. હાફ ટાઇમ સુધી ભારતની લીડ 2-1 રહી હતી. ભારત માટે ત્રીજા ક્વાર્ટરમાં મનદીપ સિંહે શાનદાર ગોલ કર્યો હતો. તેણે આ ગોલ 33મી મિનિટે કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 3-1થી આગળ રહી હતી.

દક્ષિણ કોરિયાના ખેલાડીઓએ વાપસી કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. સાઉથ કોરિયાએ મેચ સમાપ્ત થવાની માત્ર 2 મિનિટ પહેલા જ બીજો ગોલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. યાંગ ઝિહુને 58મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ રીતે સ્કોર 3-2 થઈ ગયો. જોકે ભારતે આ મેચ 3-2થી જીતી લીધી હતી. આ જીત બાદ ભારતીય ટીમે એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.