Abtak Media Google News

ઇન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીનાં સંયુકત ઉપક્રમે

‘સાયબરેકસ’નું વિશેષ આયોજન: સાયબર યુદ્ધમાં પોતાની ક્ષમતામાં

વધારો કરવા માટે હાથ ધરવામાં આવી રહી છે કવાયત

૨૧મી સદીમાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ મહતમ રીતે કરી રહ્યા છે ત્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો અતિરેક ઉપયોગનાં કારણે ટેકનોલોજી વિપરીત અસર પણ ઉભી કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે સાયબર વેપન એટલે કે સાયબરથી સંચાલિત તમામ ઉપકરણો કે જે તબાહી મચાવવા માટે સક્ષમ છે તે મિસાઈલ સહિત અનેકવિધ ચીજ-વસ્તુઓ કરતાં ખુબ જ ગંભીર માનવામાં આવે છે. ભારતની સરખામણીમાં ચીની ડ્રેગન એટલે કે ચાઈના સાયબર વોર માટે પોતાની ક્ષમતામાં દિન-પ્રતિદિન વૃદ્ધિ કરી રહ્યું છે.

Advertisement

સાયબર હુમલાથી કેવી રીતે બચવું અને સાયબર વોરમાં કઈ રીતે સજજ થવું તે માટે ભારત દેશ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ભારતીય વાયુસેના, ભારતીય સેના અને નેવીનાં સંયુકત ઉપક્રમે સાયબરેકસ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાયબર હુમલો કેવી રીતે અન્ય ઉપર કરી શકાય અને સાયબર હુમલાથી કઈ રીતે બચી શકાય તે માટે અભ્યાસ કરવામાં આવશે. સાયબરથી થતાં ડેમેજ કંટ્રોલને નિવારવા માટે સાયબર સિકયોરીટી ખુબ જ જરૂરી છે.

ઉદાહરણ તરીકે શનિવારનાં રોજ રાત્રે પાંચ કલાક સુધી એર ઈન્ડિયાનું સર્વર ઠપ્પ થઈ ગયું હતું ત્યારે તેનું નકકર કારણ શું તેને શોધવામાં પણ ખુબ જ ખાસ્સો સમય લાગ્યો હતો ત્યારે સાયબર હુમલાથી બચવા અથવા સાયબર થકી થતી હેરાનગતિથી કઈ રીતે ભારત દેશ બચી શકે તેને અનુસરીત સાયબર પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં નેશનલ સિકયોરીટી કાઉન્સીલ સેક્રેટરી, નેશનલ ટેકનીકલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન તથા ડીઆરડીઓ પણ સામેલ થશે.

અન્ય દેશોની સરખામણીમાં ભારત સાયબર ક્ષમતામાં ઘણું ઉણુ ઉતર્યું છે. ચાઈના દિન-પ્રતિદિન પોતાની સાયબર સુરક્ષા તથા પોતાના સાયબર ઉપકરણોને વધુને વધુ તાકાતવાર બનાવવા માટે મથામણ કરી રહ્યું છે ત્યારે સાયબરેકસ થકી ભારત પોતાના સાયબર ઉપકરણોને સુસજજ કરવા માટે કાર્યરત થશે અને આવનારા સમયમાં તેનો મહતમ ઉપયોગ કઈ રીતે થાય તે માટે પણ ચર્ચા-વિચારણા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.