Abtak Media Google News

પાકિસ્તાનના લાંબા સમયથી ચાલતા અટકચાળા જેવા આતંકવાદી પ્રવૃત્તિના છમકલાઓનો અસરકારક જડબાતોડ જવાબ આપવાની જરૂરીયાત અને પાકિસ્તાનની અકલ ઠેકાણે લાવવા માટે ભારતે સયંમ પૂર્વક ઘણી લાંબી પ્રતિક્ષા કરી હતી પરંતુ પાકિસ્તાનની હરકતો અને તેની ઉંદરકામાની ટેવ છૂટી જ નહી અગાઉ ભારતે કરેલી સર્જીકલ સ્ટ્રાઈકની કળ હજુ તેને વળી ન હતી ત્યાં જ પૂલવામામા કાયરતા પૂર્વક સીઆરપીએફના ૪૦ જવાનોનો ભોગ લેનારા આત્મઘાતી હુમલા પછી પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવાનું નિશ્ર્ચિત બન્યું હતુ બે દિવસ પહેલા જ પરિસ્થિતિ પામી ગયેલુ પાકિસ્તાન ભારતના હુમલાને ખાળવા રીતસરની કાકલુદી પર ઉતરી આવ્યું હતુ

પાક. પૂર્વ સૈનાધ્યક્ષ અને કારગીલના કસાઈ તરીકે બદનામ થયેલા પરવેજ મુશરફે ભારતના રૌદ્ર સ્વ‚પની કબુલાત કરી લીધી હતી. કે ભારત પર એક પણ હથીયારનો ઉપયોગ થાય તો પાકિસ્તાન પર વિશના પ્રહાર થાય તેવી રીતે પાક. વડાપ્રધાન ઈમરાન ખાને ભારતના રૌદ્ર રૂપથી બચવા શાંતીની કાકલુદી કરી હતી. પરંતુ આજે સવારે ભારતીય વાયુદળે નાપાક ભૂમિમાં છૂપાયેલા જૈસના ત્રાસવાદીઓને ખત્મ કરવા માટે વાયુદળના મીગ ફાઈટર જેટથી એલઓસીમાં ઘુસીને જે હવાઈ હુમલો કયો છે. તેનાથી પાકિસ્તાન જ નહી ભારતના તમામ દુશ્મનો થરથરી ઉઠ્યા હશે.

પુલવામામાં ૪૦ જવાનોની સહાદત સામે આજે ૪૦૦થી વધુ શેતાનો જીવતા ભૂંજાઈ ગયા છે. ભારતની આ એરસ્ટ્રાઈક દેશના દુશ્મનો માટે એવી ચેતવણી સમાન છે કે બસ… જો ભારત સામે કોઈ પણ પ્રશ્ર્ન ઉભો થાય તો તેનો જવાબ આપવા માટે બે મીનીટ પણ વધુ લાગે.

આજની એરસર્જીકલ સ્ટ્રાઈક પાકિસ્તાનને ભૂતકાળની તમામ પીછેહટ અને રણભૂમિમાં કડવા પરાજયની યાદ અપાવડાવી હશે. ભારતની એરસર્જિકલ સ્ટ્રાઈક નાપાક તત્વો માટે એવી ચેતવણીછે કે ભારત કયારેય કોઈને છેડતુ નથી. પણ ભારતની ગરીમાને પડકારનારને કયારેય છોડતુ નથી. પાકિસ્તાનના સતાવાળાઓ પોતાની પ્રજાના દેશની આર્થિક બેહાલી, આંતરીક વિખવાદ અને ત્રાસવાદ જેવા મહારોગથી પીડાતા દેશની બદતર હાલતથી ધ્યાન બીજે વાળવા જે રીતે ભારત વિરોધી કુપ્રચાર કરીને પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભારત સામે ઉંબાડીયા કરવાની નીતિ અપનાવે છે તે હવે તેના દેશ માટે જ ઘાતકપૂરવાર થઈ રહી છે.

બલુચીસ્તાન, ચીન અને અફઘાનના સરહદી વિસ્તારમાં કયારથીએ વર્ગવિગ્રહની આગ લાગી ગઈ છે. બાંગ્લાદેશના વિભાજનની જેમ પાકિસ્તાન પર અત્યારે ત્રણ ત્રણ ટુકડાની ઘાત ઉભી છે. આજે સવારના પહોરમાં જયારે ભારતીય વાયુદળનું મીગ એરક્રાફટ પાકિસ્તાનની ભૂમિ પર જઈને ભારતના છુપા દુશ્મનો ઉપર ત્રાટકયું હતુ ત્યારે પાકિસ્તાનના આંતકી આકાઓને હકિકતનું ભાન થયું હતુ. ભારત તરફથી આ ચેતવણી છે. જો ભારતના સયંમની કસોટી કરવાનું કોઈપણ દુશાહસ કરશે તો તેનો અવશ્ય પણે જડબા તોડજવાબ મળશે. ભારત કયારેય યુધ્ધ નથી ઈચ્છતુ પરંતુ જયારે જયારે તેના સર્વોભૌમત્વ પર સવાલ ઉભા થાય છે. ત્યારે ભારત તેની શકિતનો સદઉપયોગ કરવાનું જાણે જયહિન્દ આજે પુલવામાના શહીદોની આત્મા અને આખા ભારતે દુશ્મનો દાત ખાંટા થયાનો સંતોષ મેળવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.