Abtak Media Google News

કોરિડોરના ઉદઘાટન આડે માત્ર ત્રણ દિવસ બાકી હોવા છતા ઈમરાન સરકારે ભારત સરકારને હજુ સુધી વિધિવત્ જાણ સુધા કરી નથી !

ભારત પાકિસ્તાન વચ્ચે પરસારના મજબુત નાગરીક સામાજીક સંબંધોની આધારશીલા બનાવવા જઈ રહેલુ કરતારપૂર સાહીબ ગૂરૂદ્વારા જેને મુળ રીતે ગુરુ દ્વારા દરબાર સાહેબ તરીકે ઓળખવામાં આવે છે. શિખ ધર્મના આ મુખ્ય ધાર્મિક સ્થાને જયાં ગૂરૂનાનક દેવે પોતાના જીવનના અંતિમ શ્ર્વાસ લીધા હતા ગૂરૂનાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ નિમિતે કરતારપૂરમાં આયોજીત મહોત્સવમાં ભાગ લેવા માટે ૧૭૮ શિખ પ્રતિનિધિઓ બ્રિટનથી પાકિસ્તાન પહોચી ગયા છે. પરંતુ હજુ ભારતના શિખ ભાવિકોને આવકારવાની વિદ્યાનિક પ્રક્રિયા પાકિસ્તાને હજુ પુરી કરી નહોવાનું જાણવા મળ્યું છે.

કરતારપૂર કોરિડોરના ઉદઘાટનને હજુ માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભારતે હજુ સુધી યાત્રાળુઓના સંઘને કરતારપૂર ગૂ‚દ્વારાના પ્રવેશી અનુમતીમળી નથી.

એફકેઝેડ

ભારતે અગાઉ શિખ નેતાઓ અને આગેવાનો મહાનુભાવોના નામનું લીસ્ટ જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ, બે કેન્દ્રીય મંત્રીઓ કે જેઓ ૯મી નવે. કરતારપૂર સાહેબ ગૂરૂદ્વારાના ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થવાના છે. તેમના નામ છે. હકિકતમાં ભારત હજુ સતાવાર રીતે ઈમરાન ખાન પાસપોર્ટ વગર ભારતીય યાત્રાળુઓને કરતારપૂરમાં પ્રવેશ માટેના નિર્ણયની સતાવાર જાણકારી માટે રાહ જોઈ રહ્યું છે. સરકારી સુત્રોએ એવું પણ જણાવ્યું છે કે પાકિસ્તાન તરફથીહજુ વ્યવસ્થા માટે ભારતના પ્રતિનિધિઓને મોકલવા અંગે પણ કોઈ જવાબ આપ્યો નથી. પાકિસ્તાને ગૂરૂદ્વારાના ઉદઘાટન કાર્યક્રમ ઘડવા માટે ભારતની કોઈ પણ અભિપ્રાયો કે સુચનો કીધા નથી.

ભારત માટે એક જ વાત મહત્વની છે કે કરતારપૂર કોરીડોરનું ઉદઘાટન નિર્ધારીત સમયે થઈ જાય ભારત માટે શિખ ભાવીકોની લાગણી મહત્વની છે. પાકિસ્તાને કરતારપૂર સાહેબના દર્શનાથીઓ પર ૨૦ ડોલરનો સેવા કરની માંગણી કરી છે.

એઓયુમાં કરવામાં આવેલી સમજૂતીઓ મુજબની શરતો પાકિસ્તાન હજુ સ્વીકારી ન હોય તેવી સ્થિતિ વચ્ચે કરતારપૂર સાંહેબ કોરીડોરનાં ઉદઘાટનની તારીખ નજીક આવતી જાય છે. ત્યારે હજુ સુદી એ વાત નકકી નથી કે શિખ્ શ્રધ્ધાળુઓને કરતારપૂર ગૂરૂદ્વારા સાહેબના દર્શને જવા માટે પાસપોર્ટની જરૂર પડશે કે કેમ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.