Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જુદા-જુદા વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. અમિતભાઇ શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારના પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ, બોડકદેવ ખાતે 18 વર્ષથી ઉંમરના તમામ નાગરિકો માટે નિ:શુલ્ક વોક ઇન વેક્સીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો હતો ત્યાર બાદ અમિતભાઇએ ગાંધીનગર રૂપાલ પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહેલ રસી કેન્દ્ર તથા પે સેન્ટર સ્કૂલ, કોલવડા ખાતે ચાલી રહેલ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

અમિતભાઇ શાહે આ પ્રસંગે મિડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજથી શરૂ થનાર 18 વર્ષથી ઉપરના વયજૂથના તમામ નાગરિકોને નિ:શુલ્ક રસીકરણ થકી કોરોના સામેના જંગનો એક મુખ્ય પડાવ શરૂ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય અંતર્ગત આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના શુભ દિવસે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર તરફથી નિશુલ્ક વેક્સીનેશનની શુભ શરૂઆત થવા જઇ રહી છે.

જેના કારણે કોરોના વેક્સીનેશનની ગતિમાં તીવ્ર વધારો થશે. અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું  કે આટલી મોટી જનસંખ્યા/વાળા દેશમાં નિશુલ્ક રસી આપવી. સમયસર અમલીકરણ તે પણ એક મોટી બાબત છે. નિ:શુલ્ક રસીકરણ અભિયાનના કારણે કોરોના સામે લડવામાં ખૂબ મોટી મદદ મળશે અને દેશના નાગરિકોને બચાવવામાં આપણે સક્ષમ બનીશું.

અમિતભાઇ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને ઐતિહાસિક અને દીર્ધદ્રષ્ટિપૂર્ણ બતાવતા જણાવ્યું કે વિશ્ર્વભરમાં પ્રતિ દસ લાખ નાગરિકોના વેક્સીનેશનમાં ભાર દેશ સૌથી ઉપરના ક્રમાકે છે અને આગળના નવા આયોજનોના કારણે દેશના લગભગ તમામ નાગરિકોને વેક્સીનના લક્ષ્યની આસપાસ પહોંચી જઇશું. આગામી જુલાઇ અને ઓગષ્ટ મહિનામાં રસીકરણ અભિયાનના તીવ્ર આયોજનના કારણે આપણે કોરોના સામે દેશના લોકોને બચાવી શકીશું. અમિતભાઇ શાહે દેશના નાગરિકોને અપીલ કરી હતી કે જેમણે પણ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે તે તમામ નાગરિકોએ સરકારની ગાઇડલાઇન મુજબ બીજો ડોઝ પણ સમયસર લઇ લે. વેક્સીનના બંને ડોઝ લેવાથી કોરોના સામે લડાઇ સુરક્ષીત બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.