Abtak Media Google News

નવી મોદી સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં પાક. માટે હવાઈ સીમાનો પ્રતિબંધ હટાવ્યા બાદ બંને દેશો વચ્ચેની કડવાશ દૂર થઈ

કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો પર થયેલા પાક પ્રેરિક આત્મઘાતી આતંકવાદી હુમલા બાદ ભારતે બાલાકોટમાં આવેલા આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી આ એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો બગડી જવા પામ્યા હતા. અને બંને દેશો વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી.

જે બાદ, ભારત અને પાકિસ્તાને એકબીજા પર હવાઈસીમામાં પ્રવેશવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. તાજેતરમાં દેશમાં ફરીથી મોદી સરકાર બન્યા બાદ આ પ્રતિબંધોનો હટાવવાની જાહેરાત થઈ હતી જેને લઈને પાકિસ્તાને પણ રત પરનાં પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કરી હતી જેથી ગઈકાલે પ્રથમ ભારતીય વિમાન પાકિસ્તાનની હવાઈ સીમા પરથી પસાર થઈને દુબઈ ગયું હતુ.

ઈન્ડિગોની દુબઈ દિલ્હી વચ્ચેની ફલાઈટ મંગળવારે મધ્યરાત્રીએ પાકિસ્તાનની હવાઈ સીમા પરથી પસાર થઈ હતી બંને દેશો વચ્ચે પ્રવર્તતી રહેલી હવાઈ સીમાના પ્રતિબંધની કડવાશ દૂર કરીને ભારતની પ્રથમ ફલાઈટે પાકિસ્તાનની હવાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો.

બીજી તરફ પાકિસ્તાન માટે પણ ભારતીય હવાઈ સીમાના દરવાજા ખોલી દેવાયા હતા ફલાઈટના પાયલોટે પાકિસ્તાન નાગરીક ઉડ્ડયન મંત્રાલયના ડાયરેકટરના સંદેશો આપ્યો હતો કે તમે અત્યાર સુધી જાગી રહ્યા છો હું ફલાઈટનું મોનીટરીંગ કરી રહ્યો છું અત્યારે તે સફળ રીતે પાકિસ્તાન પરથી પસાર થઈ રહ્યું છે. અમે તમને વચન આપ્યું હતુ તે પૂરૂ થયુંં છે. તેમ જણાવી પાકિસ્તાન નાગરીક ઉડ્ડયન મંત્રાલયના પ્રવકતાને ઈદમુબારક પાઠવી હતી.

બાલાકોટ હવાઈ હુમલા બાદ બીજા જ દિવસે ૨૭મી ફેબ્રુઆરીએ ભારત. પાક પરસ્પર પોતાની હવાઈ સીમાઓમાં પ્રવેશવા માટે પ્રતિબંધીત જાહેર કરી દીધી હતી. દક્ષિણ એશિયામાં દિલ્હી અને પશ્ચિમ વચ્ચેના હવાઈ વ્યવહારો આ પ્રતિબંધના કારણે મુશ્કેલ બન્યા હતા અને કલાકોની મુસાફરી વધી ગઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની પ્રથમ કેબીનેટએ પાકિસ્તાન માટે હવાઈસીમા પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેતા પાકિસ્તાને પણ ભારત માટે પ્રતિબંધીત જાહેર કરાયેલી પાકિસ્તાની હવાઈ સીમા ખૂલ્લી મૂકવાની જાહેરાત કરાઈ હતી.

રવિવારે ઐતિહાદની અબુધાબીની દિલ્હીની આ ફલાઈટને પ્રાયોગીક ધોરણે પ્રથમવાર પાકિસ્તાન પરથી ઉડાડીને લઈ જવાઈ હતી ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવના કારણે ઈન્ડિગોએ તમામ ફલાઈટના રૂટ બદલી નાખ્યા હતા દુબઈથી દિલ્હીની ૧૮૦ મુસાફરોની સાથેની ફલાઈટોમાં ઈંધણના બચાવને લઈને વજનક્ષમતામા ઘટાડો કરવા માટે ૧૮૦ પેસેન્જરોને ઓછુ વજન લઈ જવાનું કહેવામાં આવ્યું હતુ દુબઈથી પોણાનવ વાગે ઉપડેલી આ ટ્રીપ કરાંચીના હવાઈ વિસ્તારમાં પ્રવેશી હતી અને સાડાનવ વાગે ઉતરાણ કરીને ૧૦.૪૦ સુધી રોકાયા બાદ રવાના થઈને ૧૨ને ૧૦ દિલ્હી પહોચી હતી.

ભારત-પાકિસ્તાનના સુત્રો વચ્ચે આ અંગે સતત વાતચીત થઈ હતી ૨૭ ફેબ્રુઆરીથી મુકવામાં આવેલા પ્રતિબંધનો અંત લાવવા નરેન્દ્ર મોદીની નવી સરકારે કેબીનેટની પ્રથમ બેઠકમાં જ આ નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની હવાઈ સીમાનો ઉપયોગ પ્રતિબંધીત હોવાથી અખાત અને દક્ષિણ એશિયાની ફલાઈટો ને દોઢથી લઈને ચાર કલાક સુધીનું અંતર વધુ કાપવું પડતુ હતુ વિમાનની પડતર ભાડુ વધી જવાને કારણે અનેક ફલાઈટો રદ કરી દીધી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.