Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ વિશ્ર્વને એક પરિવારના રૂપે જુએ છે : મોદી

વિશ્ર્વભરમાં અત્યારે કોરોના વાયરસ સંક્રમણનો કહેર ચાલી રહ્યો છે તે ત્યારે ભારત એક જવાબદાર રાષ્ટ્ર તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોમવારે એનએઓ સંગઠંનને સંબાધતા જણાવ્યુ હતુ કે ભારતે કોરોના સામેના જંગમાં જગતને બતાવી દીધુ છે  કે કેવી રીતે લોકતંત્ર શિસ્ત અને નિર્ણયશકિત અને પ્રતિબધ્ધતાથી સામૃહિક ધોરણે લોકોના સાથ સહકારથી આદર્શ કાર્યવાહી અને ઝૂંલેશ ચલાવી શકે છે.

વડાપ્રધાને જણાવ્યુ હતુ કે આજે જગતમાં ઘણાં દાયકાઓ બાદ માનવતા સામે અતિગંભીર કટોકટી આવી પડી છે.આવા સંજોગોમાં એનએઓ સંગઠન વૈશ્ર્વિક સહાનુભુતિ અને જગતને આ મહામારી માંથી મુકત થવા માટે સહિયારો આપવાર બની રહ્યું છે. ‘નામ’ કોરોનાના જંગમાં આદર્શ અને પ્રતિબંધ સંગઠન બનીને ઊભરી આવ્યું છે.

કોરોનાના જંગમાં ભારતની ભૂમિકા અંગે વડાપ્રધાને જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્ર્વને એક પરિવારના રૂપે જુએ છે આપણે આપણા નાગરિકની જેમ જ આપણે અન્ય દેશોને મદદરૂપ થવાનો ધર્મ નિભાવીએ છીએ.વડાપ્રધાને જણાવ્યું હતુ કે અત્યારે ભારત ૧૨૦ દેશોમાં દવાઓ મોકલીને વિશ્ર્વનુ ઔષદ્યાલય બની રહ્યુ છે.

આપણે જગતને દવા, ઇલાજ, કોવિડના આ જંગમાં ભારત આપણા રૂ પમાં નજીકના પાડોશીમાં અને તમામ દેશો માટે મુખ્ય સંકલન કાર બનીને મદદરૂપ થઇ રહ્યું છે. ભારત અનેક દેશો સાથે ઉપભાર અને દવાના પોતાના અનુભવનુ ઓનલાઇન માર્ગદર્શન અને તાલીમ અન્યને આપવાનું નિમિત બની રહયું છે.

પાકિસ્તાનનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યુ હતુ કે હજુ દેશમાં એવો કેટલાંક છે કે જે અત્યારે પણ આતંરૂ ના વાયરસ ફેલાવવામાં વ્યસ્ત છે. વિશ્ર્વ અત્યારે કોરોના સામે જંગ ખેલી રહ્યુ છે. ત્યારે કેટલાંક લોકો આતકવાદ જુઠા સમાચાર અને સમાજના વિણાજન અને દેશમાં ભાગલા પડે તેવા ઉપજાવી કાઢેલા વિડિયો ફલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.