Abtak Media Google News

રામ મંદિર, કાશ્મીર, સીએએ, એનઆરસી સહિતના મુદ્દે ત્વરીત નિર્ણયો લેનાર મોદી સરકારને ૨૦૨૦માં પણ ફટકાબાજી કરવી પડશે

‘સબકા સાથ સબકા વિકાસ’ના સુત્ર સો સત્તા પર આવેલી મોદી સરકારનું ભાવી વર્ષ ૨૦૨૦ નક્કી કરશે તેવું જણાય રહ્યું છે. રામ મંદિર, કાશ્મીરમાંથી  કલમ ૩૭૦ હટાવવી, સીએએ, એનઆરસી સહિતના મુદ્દે વિચારસરણીને અનુસરનાર મોદી સરકાર માટે આગામી સમય વધુ મુશ્કેલ રહેશે તેવું જણાય રહ્યું છે. કેન્દ્રની સો રાજ્યોમાં ભાજપની સત્તા ટકાવી રાખવાની મામણ માાનો દુ:ખાવો બની રહેશે તેવું લાગી રહ્યું છે.વિવિધ રાજ્યોમાં સત્તા ટકાવવા માટે ભાજપને કમર કસવી પડશે. દિલ્હી અને બિહારની સો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. બીજી ટર્મના પ્રમ છ મહિનામાં જ મોદી સરકારે લીધેલા નિર્ણયોથી વિરોધીઓનો વિરોધ તેજ બન્યો છે. સિટીઝન એકટ, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન સહિતના મુદ્દે યેલા વિરોધ બાદ પણ ૨૦૨૦માં સરકારની નીતિ વધુ આક્રમક રહેશે તેવું ફલીત ઈ રહ્યું છે. બીજી ટર્મમાં સત્તા પર આવ્યાના પ્રમ ત્રણ મહિનામાં લેવાયેલા ડિસીઝન પરી ફલીત થાય છે કે મોદી સરકાર આગામી સમયમાં આક્રમક નિર્ણયો લેશે.

7537D2F3 25

અહીં નોંધનીય છે કે, મોદી સરકાર માટે પ્રમ ટર્મનો અંત અને બીજી ટર્મની શરૂ આતમાં લેવાયેલા આર્થિક નિર્ણયો ઉપર કેટલાક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. છેલ્લા થોડા સમયી ર્અતંત્રમાં સુસ્તી જોવા મળી હોવાની વાત નિષ્ણાંતોએ વારંવાર ઉચ્ચારી હતી. બીજી તરફ મોદી સરકારે ર્અતંત્રની સુસ્તી ઉડાડવા કેટલાક પ્રોત્સાહનો આપવાનો નિર્ણય લીધો હતો. જો કે આ નિર્ણયો હાલની પરિસ્થિતીમાં ફાયદાકારક જણાતા નથી. આગામી બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજેટના આધારે ૨૦૨૦માં વિકાસની રણનીતિ મોદી સરકાર કઈ રીતે ઘડી રહી છે તેના પર સૌની નજર છે.

વર્ષ ૨૦૨૦ મોદી સરકાર માટે સનિક અને વૈશ્ર્વિકસ્તરે સોશીયો-ઈકો પોલીટીકસ માટે મહત્વનું બની જશે. પાકિસ્તાન, ચીન સહિતના દેશ મુદ્દે ભારતે વિશેષ રણનીતિ ઘડી કાઢી છે. સરહદે શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો ઈ રહ્યાં છે. કાશ્મીર મુદ્દે લેવાયેલ નિર્ણય બાદ પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા યેલા ધમપછાડા સામે ભારત સરકારે વૈશ્ર્વિક કક્ષાએ પાકિસ્તાનને ભીડવવા સફળતા હાંસલ કરી છે. આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વિવાદો સામે લડતા-લડતા મોદી સરકારને આંતરીક મુદ્દાને પણ ધ્યાન રાખવાના રહેશે.દેશમાં સંપૂર્ણ બહુમતિ સો ચૂંટાઈને બીજી વખત ટર્મમાં આવેલી મોદી સરકાર પ્રત્યે યુવાનો બહુ મોટી અપેક્ષાઓ રાખી રહ્યાં છે. દેશમાં રોજગારી વધે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી ન હોવાના આક્ષેપ વચ્ચે યુવાનોને રોજગારી આપવી મોદી સરકાર માટે સૌથી મહત્વનો પ્રશ્ર્ન રહેશે. બીજી તરફ ખેડૂતોની આવક વધારવા માટે લેવાયેલા નિર્ણયો અને ઘડી કઢાયેલી યોજનાને સફળતાપૂર્વક આગળ કેવી રીતે ધપાવવી તે અંગે પણ મોદી સરકાર પ્રયત્નશીલ રહેશે. ૨૦૨૦માં મોદી સરકારને ૨૦૨૦ ક્રિકેટ મેચમાં બલેબાજ જે રીતે સટાસટી બોલાવે છે તે રીતે સમજી વિચારીને ફટાફટ નિર્ણયો લેવાના રહેશે. પ્રારંભના ૬ મહિનામાં મોદી સરકારે લીધેલા નિર્ણયોી કેટલાક સ્ળોએ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બીજી તરફ મોદી સરકારને લોકસભા અને રાજ્યસભામાં ભીડવવા માટે વિપક્ષો પોતાની તાકાત એકઠી કરી રહ્યાં છે. આવી પરિસ્થિતીમાં ૨૦૨૦ દરમિયાન મોદી સરકાર નિર્ણયો લેવામાં વધુ સચેત રહેશે તેવું જણાય રહ્યું છે.

સબકા સા સબકા વિકાસના સુત્રને ર્સાક બનાવવા મોદી સરકાર માટે ૨૦૨૦ મહત્વનું રહેશે. ૨૦૨૦માં વૈશ્ર્વિક રાજકારણની ધરી પણ બદલાશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. એશિયન દેશોના ર્અતંત્ર પર સમગ્ર વિશ્ર્વની નજર છે. આવી સ્થિતિમાં ભારત સરકાર આંતરરાષ્ટ્રીય મુડી રોકાણને ભારતમાં ખેંચી લાવવા સતત પ્રયત્નશીલ જોવા મળી છે. ભારતમાં વિદેશી મુડી રોકાણો વધે તે માટેના અસરકારક પગલા મોદી સરકારને લેવા પડશે.

  • જ્યુડિશિયલ રીફોર્મ, એજ્યુકેશન અને ઈન્ફાસ્ટ્રકચર સહિતના મુદ્દા પણ મોદી સરકાર માટે અગત્યના

મોદી સરકાર ઈકો સોશીયો પોલીટીકસમાં વિરોધીઓને સરળતાી પછાડી રહી છે. આવી સ્થિતિમાં ૨૦૨૦ દરમિયાન જ્યુડીશ્યલ રિફોર્મ, શિક્ષણ ક્ષેત્રે સુધારા અને ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવા સહિતના મુદ્દા મોદી સરકાર માટે મહત્વના બની રહેશે. ૨૦૨૦માં ન્યાયતંત્રમાં મોટાપાયે ફેરફાર વાની શકયતાઓ દેખાઈ રહી છે. આ સાથે  જ ભારતમાં ઈન્ફાસ્ટ્રકચરના વિકાસની તાતી જરૂર હોવાની વાત મોદી સરકાર સારી રીતે જાણે છે. જેથી તમામ પ્રકારનું ઈન્ફાસ્ટ્રકચર વિકસાવવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવશે તેવું ફલીત ઈ રહ્યું છે. ૨૦૨૦માં ભારતમાં ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના પણ છે. આ સાથે જ શિક્ષણના ક્ષેત્રે ભારતીય શૈક્ષણિક સંસઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટકી શકે તે માટેના માપદંડો પણ ઘડી કઢાશે તેવું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.