Abtak Media Google News

ભારતનો હાઇ હોર્સપાવર લોકોમેટિવ મેળવવાનું સપનું હવે લગભગ પુરુ થશે એવું લાગે છે. આજે કોલકાતાના બંદરે પ્રથમ જ પ્રકારના આલ્સટીમ ફ્રાન્સ તરફથી ૧૨,૦૦૦ હોર્સપાવરનું લોકો આવી પહોચ્યું હતું. આલસટોમ જે એન્જીનને ભારતને મોકલશે તે ટ્વિન ઇલેક્ટ્રીક લોકોમોટિવ હલ્દીયા ખાતે ઉતારવામાં  આવ્યું હતું. હવે એને એસેમ્બલ કરવા માટે માઘેપુરા ખાતેના ફેક્ટરીમાં મોકલી અપાશે.

નવેમ્બર ૨૦૧૫માં જાહેર ક્ષેત્રની વાહનવ્યવહાર માટેની સંસ્થાએ ફ્રેન્ચ કંપની સાથે આગામી ૧૧ વર્ષોમાં આવા ૮૦૦ ટ્રેન એન્જીનનું ઉત્પાદન કરવા કરાર કર્યો હતો. માધેપુરમાં આવેલી ફેક્ટરીમાં એને ભેગુ કરવામાં આવશે. આ એક સંયુક્ત સાહસ છે. રેબ ક્ષેત્રે આ પ્રથમ મોટું સીંધુ વિદેશી રોકાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.