Abtak Media Google News

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ વનડે સિરીઝની બીજી મેચ રવિવારે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાશે. પહેલી મેચ ગુયાનામાં વરસાદના લીધે રદ થઇ હતી. પોર્ટ ઓફ સ્પેનમાં ભારત વિન્ડીઝ વિરુદ્ધ છેલ્લા 13 વર્ષથી હાર્યું નથી. છેલ્લે ટીમ અહિયાં 28 મે 2006ના રોજ હારી હતી. તે પછી ટીમે 5માંથી 4 મેચમાં જીત મેળવી, જ્યારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.

ભારતને પોર્ટ ઓફ સ્પેનમાં વર્લ્ડકપના ઇતિહાસની સૌથી ખરાબ હારનો સામનો કર્યો હતો. બાંગ્લાદેશે 5 વિકેટે મેચ જીતી હતી. આ જ ગ્રાઉન્ડ પર 2007ના વર્લ્ડકપમાં શ્રીલંકા સામે પણ ઇન્ડિયા હાર્યું હતું. તે પછી ઇન્ડિયા ગ્રુપ સ્ટેજમાં જ વર્લ્ડકપની બહાર થઇ ગયું હતું।

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.