Abtak Media Google News

બે દેશ વચ્ચે વધી રહેલા તંગદિલીથી આઈટીબીપીની નવી ૭ બટાલીયનને ગૃહમંત્રાલયની મંજૂરી

૪૭ બીઓપી પર જવાનો ફરજ બજાવશે

સરહદ પર ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે ત્યારે ભારતે ચીન સીમા પર પોતાની તાકાત વધારવાનો નિર્ણય કર્યો છે. સરહદે તાકાત વધારવા માટે ગૃહમંત્રાલયે આઈટીબીપીની સાત બટાલીયનને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો અને ટુંક સમયમાં જ મંજૂરી આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે કેબીનેટમાં દરખાસ્ત કરાશે અને કેબીનેટની મંજૂરી બાદ નવી બટાલીયન માટે જવાનોની પસંદગી કરવામા આવશે. છેલ્લા કેટલાય વર્ષોથી આ મામલો અટકયો હતો પણ હવે સરહદે ચીન સાથે તંગદિલી વધતા સાત બટાલીયન વધારવાનો નિર્ણય કરાયો છે.

આ જવાનોને ભારત ચીન સરહદ પર મૂકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ૭ બટાલીયન મળતા કુલ ૪૭ બીઓપી પર જવાનોને ફરજ સોંપી શકાશેજેમાં ૩૯ બીઓપી અરૂણાચલ પ્રદેશના અલગ અલગ વિસ્તારોનાં છે આ ઉપરાંત ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ  અને લદાખની પણ કેટલીક બીઓપી પર આઈટીબીપીનાં જવાનોને મૂકાશે.

અરૂણાચલ પ્રદેશને અડીને આવેલા ચીન સીમા પર ચીની સૈનિકો દ્વારા વારંવાર ઘુસણખોરીના પ્રયાસ કરવામાં આવે છે. પર આઈટીબીપી તેના પ્રયાસો નિષ્ફળ બનાવે છે. આ બટાલીયનની સંખ્યા વધતા વધારે જવાનો આ સરહદ પર મૂકી શકશે તેમ ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતુ. તમને એ જણાવીએ કે ભારત ચીન સરહદે ભારતીય સેના સાથે સાથે લદાખથી લઈ અરૂણાચલ પ્રદેશ તથા અરૂણાચલ પ્રદેશથી લઈ ઉતરાખંડ સુધી આઈટીબીપીના જવાનો તૈનાત છે. અરૂણાચલ પ્રદેશમાં આઈટીબીપીની એક પોસ્ટથી બીજી પોસ્ટ વચ્ચે કેટલીય જગ્યાએ ૧૦૦ કિ.મી.થી વધુનું અંતર છે. એટલે ચીની ઘુસણખોરીની તુરત જ જાણકારી મળી શકતી નથી.

પર્વતીય અને જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવું સહેલું નથી અને એક કેમ્પથી બીજા કેમ્પ સુધી કેટલાય કિલોમીટર સુધીનું અંતર એ મુશ્કેલીમાં વધારો કરે છે. આથી બે પોસ્ટ વચ્ચેનું અંતર ઘટાડવા માટે લગભગ ૭ હજાર જવાનો વધારવા છેલ્લા ઘણા વર્ષોથી માંગ થઈ રહી હતી. આ માંગણીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી રાખી છે. એટલે હવે આ ૪૭ નવી બટાલીયન બનતા વધુ જવાનોને સીમાની રખેવાળીની ફરજ સોંપી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.