Abtak Media Google News

શસ્ત્ર ઉત્પાદનમાં પગભર થઈ રહેલુ ભારત બાંગ્લાદેશ, વિયેતનામ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મ્યાનમાર જેવા મિત્ર દેશોને શસ્ત્રો વેંચવા માટે આયોજન ઘડી રહ્યું છે

ભારત હવે નવા આયાજેનના ભાગરૂપે સાથી મિત્રોને શસ્ત્ર સંરજામ વેચવા માટેની તૈયારીઓ પુરજોશમાં કરી રહ્યું છે. હાલ વિશ્ર્વના શસ્ત્ર બજારમા અમેરિકા, ચીન, ફ્રાન્સ જેવા મોટા રાષ્ટ્રોનો દબદબો છે ત્યારે ભારત પણ સંરક્ષણ વેપાર ક્ષેત્રે મેદાનમાં ઉતરી ગયું છે. અમેરિકાના ફોરેન મિલ્ટ્રી સેલ્સ કાર્યક્રમના સમાંતર ભારત પણ નિશ્ર્ચિત ધારાધોરણના અમલ સાથે મિત્ર રાષ્ટ્રો એવા બાંગ્લાદેશ, વિયેટનામ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સહિતના દેશોમાં હથીયાર વેચવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂકયો છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોસ્કયુટર અંતર્ગત વિદેશ મંત્રાલય દ્વારા સરહદીય વિસ્તારોને સુરક્ષીત કરતી શસ્ત્ર પ્રણાલીઓ હવે મિત્ર રાષ્ટ્રને આપશે ભારત માત્ર વિદેશમાં હથીયારોની નિકાસમાં જ નહિ પરંતુ નાના દેશો માટે ચીન અને અમેરિકાનો ત્રીજા શ્રેષ્ઠ વિકલ્પ આપવા પણ નિમિત બનશે. ભારતની શસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ એસઓપીના ધારાધોરણો અંતર્ગત ૫૦૦ મિલિયન ડોલરની કિયમતની પ્રણાલીઓ વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો માટે તૈયાર કરવાનું બીડુ ઝડપ્યું છે.

ભારત દ્વારા તૈયાર કરવામાં આવતી નવી ડિફેન્સ સિસ્ટમના આવિષ્કાર સાતે હજુ તેની કવોલીટીમાં વધુને વધુ સુધાર માટે પણ કવાયત હાથ ધરી છે. અત્યારે આવી સિસ્ટમ અમેરિકા અને ચીન સૌથક્ષ વધુ બનાવી રહી છે. અમેરિકા, રશિયા , ફ્રાંન્સ અને જર્મની પછી પાંચમાં નંબરે આવતા ચીન માટે એડવાન્સ મિલ્ટ્રી ટેકનોલોજીના સૌથી મોટા ખરીદદાર તરીકે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અલ્જીરીયા છે.બેજીંગ બાંગ્લાદેશને સબમરીનો પણ આપે છે. જો કે, ભારત હજુ શસ્ત્ર ઉત્પાદનના ક્ષેત્રમાં પુરેપરૂ સક્રિય નથી થયું.

પરંતુ ભારત બ્રાહ્મોત્સ, સુપરસોનિક ક્રુર્ઝ મિસાઈલજેવા હથીયારો રશિયાની ભાગીદારી પણે આકાશ ભૂમિથી આકાશ પર પ્રહાર કરતો મિશાઈલતેજસ હળવા વિમાનો અને ધ્રુવ હળવા હેલિકોપ્ટરો બનાવીને નાના દેશોને નિકાસ કરતા થઈ ગયું છે. અત્યારે ભારત મોટાભાગની સંરક્ષણ પ્રણાલીઓ અમેરિકા પાસેથી ખરીદે છે. હવે ધીરેધીરે ભારત પણ પોતાની રીતે સંરક્ષણ પ્રણાલીઓનાં ઉત્પાદનમાં પગભર થઈને સરહદ પરની ડિફેન્શ સિસ્ટમ જેવા આધુનિક હથીયારોના વેપારમાં ચીન અને અમેરિકા જેવા હથીયારોના ઉત્પાદક દેશોની બરાબરી કરવા મેદાનમાં આવી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.