Abtak Media Google News

વિપક્ષ ગઠબંધનમાં નાપાસ થવાના કારણે ભાજપને ૩૦૦ સીટની મળી ભેટ

૧૭મી લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા કરવામાં આવેલું ગઠબંધન ચૂંટણી પરિણામ પર સ્પષ્ટ દેખાયું છે. જેમાં વિપક્ષ ગઠબંધનમાં નાપાસ થવાના કારણે ભાજપને ૩૦૦ સીટોની ભેટ મળી છે. ચૂંટણી પૂર્વે ભાજપે તમામ નાના પક્ષોને સાથી પક્ષો સાથે ગઠબંધન કરી તેમના માટે નબળી ગણાતી બેઠકો પર પોતાનો સકંજો કસવા માટે ગઠબંધન કર્યું હતું. જયારે કોંગ્રેસ પણ તેના સાથી પક્ષો સાથે ગઠબંધન કરવામાં નિષ્ફળ નિવડતા તેની પૂર્ણત: સફળતા ભાજપ પક્ષને મળી હતી. પરિણામ સ્વરૂપે ભાજપે એકલા હાથે ૩૦૦ સીટ એકત્રીત કરી અકલ્પનીય પ્રદર્શન ૨૦૧૪ની સરખામણીમાં કર્યું હતું.

૨૦૧૪માં જે ૨૮૨ બેઠકો મળી હતી તે રેકોર્ડને પણ તોડી નાખતા મોદી સરકાર ૩૦૦ પ્લસ બેઠકો સાથે ૧૭મી લોકસભા ચૂંટણી જીત્યા હતા અને ચોમેર બાજુ મોદી લહેર નહીં પરંતુ મોદી સુનામી ફરી વળી હતી. જયારે કોંગ્રેસ પક્ષ છેલ્લા ઘણા સમયથી દેશ પર રાજય કર્યું તે માત્રને માત્ર ૪૪ બેઠક જીતી શકયું હતું જેમાં લોકસભામાં ૫૪૩ બેઠકોમાંથી જે ૨૦૧૪ કરતા પણ ખુબજ ઓછી માનવામાં આવી રહી છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપને ચૂંટણીમાં પછાડવા માટે ગઠબંધન કરવા માટે તેઓ આગળ પણ આવ્યા હતા જેમાં તેઓએ ગઠબંધનનું નામ સેકયુલર ડેમોક્રેટીક ફ્રન્ટ રાખવાનો પણ નિર્ધાર કર્યો હતો. જેમાં યુપીએ દ્વારા માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, જગમોહન રેડ્ડી અને કે.સી.આર.નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ચૂંટણીમાં તેઓ નિષ્ફળ નિવડતા ભાજપ પૂર્ણત: સત્તામાં આવતા તેઓ પણ ગઠબંધનનું જે ગણીત હાથ ધર્યું હતું તેમાં તે નિષ્ફળ નિવડયા હતા. કોંગ્રેસ પક્ષને એ પણ ખ્યાલ નહોતો કે તેમના દ્વારા કરવામાં આવેલા ગઠબંધન પૂર્વે જ ભાજપ પક્ષ દ્વારા સ્થાનિક ગઠબંધન હાથ ધરવામાં આવ્યું હતું જેનું પરિણામ તેઓને પૂર્ણત: મળતા ૩૦૦ પ્લસ બેઠકો મળી હતી. યુપીમાં જયારે સપા-બસપાનું ગઠબંધન થયું ત્યારે કોંગ્રેસને આશા હતી કે ભાજપ યુપીમાંથી ફેંકાઈ જશે પરંતુ જનાદેશ દ્વારા જે જનાધાર કરવામાં આવ્યો તેમાં સપા-બસપાને પણ એટલી સીટો મળી ન હતી ભાજપની તુલનામાં.

કહી શકાય કે ભાજપ પક્ષ દ્વારા અને નરેન્દ્ર મોદી દ્વારા ઓરીસ્સામાં જે ફેની વાવાઝોડુ ત્રાટકયું હતું તેમાં અનેક લોકોના મોત થયા હતા જયારે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું તે ઘટના ઘટતાની સાથે જ મોદી સરકાર દ્વારા ૧૦૦૦ કરોડનું રાહત પેકેજ આપવામાં આવ્યું હતું. આ પણ એક મુદ્દો ભાજપની જીત માટે મહત્વપૂર્ણ બની રહ્યો હતો.

જયારે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવાની વાત કરી હતી પરંતુ તે વાતમાં કોઈ દમ ન હોવાનું જનાદેશે માન્યું હતું અને મભમ યોજના ઘોષીત કરી મત એકત્રીત કરવા માટે જે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તેમાં તેઓને કોઈપણ પ્રકારની સફળતા પ્રાપ્ત થઈ ન હતી.

ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી જીતવા માટે હિન્દુ વોટ બેંકનો સહારો લઈ હિન્દુત્વનો મુદ્દો દેશ સામે મુકયો હતો અને પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ ભારત દ્વારા જે એર સ્ટ્રાઈક કરવામાં આવી તે ચોટદાર મુદ્દો લોકોના માનસ પટ પર છવાઈ ગયો હતો અને આ હિન્દુત્વનું ટ્રમ્પ કાર્ડ ભાજપ માટે સફળતાની ચાવી સાબીત થઈ હતી.

જયારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર હૈ તરીકે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું ત્યારબાદ નરેન્દ્ર મોદી દ્વારા તે જ મુદ્દાને લોકો સમક્ષ વિશેષ રીતે મુકવાની સાથે જ લોકોનું ધ્યાન તે અંગે ખેંચાયું હતું. જેના કારણ વશ હિન્દુત્વનું કાર્ડ ભાજપ માટે મહત્વપૂર્ણ સાબીત થયું હતું. તેની સાથો સાથ વાત કરીએ તો તેમના દ્વારા સાથી નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું તે પણ ભાજપની સફળતા માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.