Abtak Media Google News

કવોલીફીકેશનના માપદંડો મુજબ ટોપ-૧૦ ટીમો પૈકી ટોચની ૮ ટીમો ડાયરેકટર સુપર-૧૨માં પ્રવેશ મેળવશે

૨૦૨૦માં થનાર વર્લ્ડકપની ક્રિકેટપ્રેમીઓ દ્વારા આતુરતાથી વાટ જોવાઈ રહી છે. ત્યારે વર્લ્ડકપને વધુ રોમાંચક બનાવવાની સાથે પ્રથમ ફાઈટમાં ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે.

Advertisement

મંગળવારે યોજાયેલી આઈસીસીની પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, દ.આફ્રિકા, વિન્ડીઝ અને અફઘાનિસ્તાન પણ સુપર-૧૨થી પોતાના મેચની શ‚આત કરશે. ક્રિકેટના ગ્લોબલ એસોસીએશને આ વાતની ખરાઈ કરી છે કે, જે ખેલાડીઓ વર્લ્ડકપ માટે કવોલીફાઈડ થશે તેને ડાયરેકટર સુપર-૧૨માં પ્રવેશ મળશે.

સુપર-૧૨ની મેચ ઓસ્ટ્રેલીયામાં યોજાનાર છે જેનો નિર્ણય આઈસીસી મેન્સ ટીમ રેન્કીંગ ઉપર આધારીત હતું. ટૂર્નામેન્ટના નિર્ધારણની યોગ્યતા અનુસાર ઓસ્ટ્રેલીયા અને અન્ય ૯ રેન્ક ધરાવતી ટીમો સુનિશ્ર્ચિત કરવામાં આવશે. પહેલા રાઉન્ડમાં ચાર ટીમો સુપર-૧૨ માટે આગળ વધશે. પૂર્વ ચેમ્પીયન અને ત્રણ વખત ફાઈનલમાં આવી ચૂકેલ ટીમ શ્રીલંકા અને બાંગ્લાદેશને ટૂર્નામેન્ટના ગ્રુપ રાઉન્ડમાં અન્ય ૬ કવોલીફાઈડ ટીમો સાથે સંઘર્ષ કરવાનો રહેશે. જે ૧૮ ઓકટોમ્બરથી ૧૫ નવેમ્બર ૨૦૨૦ સુધી યોજવામાં આવશે.

આમ તો ભારતમાં ક્રિકેટ રસિયાઓની સંખ્યા રાષ્ટ્રીય રમત હોકિ કરતા પણ વધુ છે. એમાં પણ સૌથી વધુ વાટ જોવાતી એવી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન જયારે વર્લ્ડકપના પ્રથમ મેચમાં ટકરાવવાના છે ત્યારે ફેન ફોલોવીંગ તેમજ ક્રિકેટ જગત માટે આ એક ઐતિહાસિક મેચ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એક પણ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાન ભારતને હરાવવામાં કયારેય સફળ રહ્યું નથી ત્યારે આગામી વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ જ વિશ્ર્વભરના ક્રિકેટ રસિકો માટે એક રોમાંચક બની રહેશે.

આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે સીડનીમાં આખરી જંગ

આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સીડનીમાં શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૨-૧થી સરસાઈ મેળવેલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી આ ટેસ્ટમાં વધુ એક ઐતિહાસિક વિજય સાથે જીતવાની તૈયારીમાં છે. ૫ વાગ્યાથી શ‚ થનાર ટેસ્ટમાં જો ભારતનો વિજય થશે તો ઓસ્ટ્રેલીયાની ભૂમિ ઉપર એક ટેસ્ટ સીરીઝમાં ૩ મેચ જીતનાર પ્રથમ કેપ્ટન વિરાટ બનશે. આ સાથે જ આ પ્રકારની સિદ્ધી મેળવનારો એશિયાનો સૌપ્રથમ કેપ્ટન બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.