Abtak Media Google News

મકરંદ દવેના કાવ્યોમાં રહેલી આધ્યાત્મિકતા, સાધના તેમજ અલગારી જીવનશૈલી અંગે સાહિત્યકારોએ અનુભવો વર્ણવ્યા

નવા વર્ષના પ્રારંભે લોકો રંગરાગી નવા વર્ષને ઉજવતા હોય છે ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે, શા.માધવપ્રિયદાસજી સ્વામીની સાનિધ્યમાં, ગુરુકુલ પરિસરમાં આવેલ ચીકુવાડીના સાત્વિક વાતાવરણમાં,નાદબ્રહ્મ કલા કેન્દ્ર દ્વારા, ભક્તિપ્રકાશદાસજી સ્વામી, બાલકૃષ્ણદાસજી સ્વામી, ગુજરાતના ખ્યાતનામ જ્ઞાનપીઠ પુરસ્કૃત્ય સાહિત્યકાર રઘુવીરભાઇ ચૌધરી, રવિભાણ સંપ્રદાયની ગુરુગાદીના સંવાહક કવિ દલપતભાઇ પઢિયાર, વિદ્વાન કવિ  હર્ષદભાઇ ત્રિવેદી, ભજનિક નિરંજનભાઇ રાજ્યગુરુ, અશ્વિનભાઇ આણદાણી, કિશોરભાઇ જોષી, પ્રાધ્યાપક નિસર્ગભાઇ આહિર, વિમલભાઇ  દવે વગેરેની ઉપસ્થિતિમાં  મકરન્દભાઇ દવેની સ્મૃતિમાં સાંઇકવિ મકરન્દ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરુઆતે ઉપરોકત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ આદરણીય સાહિત્યકાર રઘુવીરભાઇ ચૌધરી, કવિ હર્ષદભાઇ ત્રિવેદી અને કવિ દલપતભાઇ પઢિયારએ પોતપોતાના અનુભવ પ્રમાણે મકરન્દભાઇ દવેના કાવ્યોમાં રહેલી આધ્યાત્મિકતા, સાધના તેમજ અલગારી જીવનશૈલી વગેરે પાસાઓનો ખ્યાલ આપ્યો હતો. અને મકરન્દભાઇ રચિત – અમે રે સુકું રુનું પુમડું – એ કાવ્ય ગાઇને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Makarand Parva1
Jpeg

આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રી મકરન્દભાઇ દવેને વારંવાર મળેલા તે સંસ્મરણોને યાદકરી  અને જે પ્રત્યક્ષ વાતો યેલ તેની વિગતવાર વાત કરી હતી.

સાંજના સમયે એસજીવીપી પ્રાથના ખંડમાં સુપ્રસિદ્ધ ભજનિક નિરંજનભાઇ રાજ્યગુરુ દ્વારામકરંદભાઇ રચિત ભજનો અને પ્રાચીન ભજનોનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં તેઓએ   શ્રોતાઓને પોતાની આગવી છટાની ગાયકીી રસતરબોળ કર્યા હતા.

આ પ્રસંગે નંદીગ્રામી કુંદનબેન કાપડિયાનો પ્રાસંગિક પ્રસંગ અંગે શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની તમામ વ્યવસ અશ્વિનભાઇ આણદાણી, કિશોરભાઇ જોષી તથા પ્રાધ્યાપક નિસર્ગભાઇ આહિરે સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.