Abtak Media Google News

સ્કાય ઇઝ ધ લિમિટ

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રાઉન્ડ સ્ટેશનો ભારતના અવકાશ ક્ષેત્રે ખુબજ ફાયદારૂપ: ઈસરો ચેરમેન

અવકાશ ક્ષેત્રમાં પાડોશી દેશ ચીન જે રીતે આગળ વધી રહ્યું છે તેને જોઈ ભારતે પોતાની મહત્વતા સ્થાપિત કરવા અવકાશ ક્ષેત્રમાં એક ડગલુ આગળ વધ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે નિર્ણય લેતા જણાવ્યું હતું કે, ચીનની અસરથી બચવા માટે ભુતાન, નેપાલ, માલદ્વીવ અને શ્રીલંકામાં પાંચ મોટા ગ્રાઉન્ડ સ્ટેશન અને ૫૦૦ નાના ટર્મીનલો બનાવવામાં આવશે.

Advertisement

સાથો સાથ સહભાગી થઈ અન્ય પડોશી દેશોમાં ટ્રેકિંગ અને રીસીવીંગ સેન્ટર બનાવવાથી ભારતને પણ ખૂબજ મોટો ફાયદો થશે. સ્ટેશન અને ટર્મીનલ બનવાથી ટેલીવિઝન, બ્રોડકાસ્ટથી લઈ ફોન, ઈન્ટરનેટ, ટેલીમેડિસીન જેવી એપ્લીકેશનો બનાવવામાં આવશે. આ ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી ઈસરો જે ભારતની અવકાશ ક્ષેત્રની સંસ્થા છે તેને પણ ઘણો લાભ મળશે અને આ તમામ સ્ટેશનોની મદદથી અવકાશમાં છોડેલા ઉપગ્રહો સાથે સંપર્ક પણ બનાવી શકશે.

સુત્રોના જણાવ્યાનુસાર સૌથી પહેલુ ગ્રાઉન્ડ સ્ટેશન ભુતાનની રાજધાની થિંફુમાં બનશે જે ૯ જાન્યુઆરીએ કમિશનીંગ માટે તૈયાર થશે. સૂત્રોના જણાવ્યાનુસાર આ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૫ જાન્યુઆરી સુધીમાં થાય તેવું માનવામાં આવી ર્હયું છે. ભારતીય કંપની અલ્ફા ડિઝાઈન ટેકનોલોજી આ પ્રોજેકટને લાગુ કરી રહ્યું છે. ગ્રાઉન્ડ સ્ટેશન પ્રોજેકટ અંતર્ગત ૧૦૦ જેટલા વીસેટ ટર્મીનલ બનાવવામાં આવશે. જેનાથી ભુતાનના અંતરીયાળ વિસ્તારમાં ટીવી, બ્રોડકાસ્ટીંગ જેવી સુવિધાઓ મળી રહેશે. થિંફુમાં બનના‚ ગ્રાઉન્ડ સ્ટેશન તિબેટમાં ચીન દ્વારા નિર્મીત સેટેલાઈટ ટ્રેકિંગ ઈન્ફાસ્ટ્રકચરનો જવાબ માનવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારનો એક પ્રોજેકટ અફઘાનિસ્તાનમાં પણ સ્થાપિત કરવામાં આવશે. ઈસરોના ચેરમેન શિવાન કે. એ જણાવ્યું હતું કે, આ મિશનને લઈ વિદેશ મંત્રાલય અને ઈસરો સંસ્થા ખૂબજ ગંભીર છે અને દેશના આ પ્રોજેકટને સફળ બનાવવા ઈસરો તમામ પ્રકારની સહાય અને આધાર પૂરો પાડશે.

સાથો સાથ ભારત દેશના લોકોને અન્ય દેશોમાં મોકલી સેટેલાઈટની સેવાઓ આપવા પણ મદદરૂપ થશે. જેને લઈ આ યોજના માટે ૧૨ ડિસેમ્બરે તમામ લાભાનવિધ દેશોના પ્રતિનિધિઓએ નવીદિલ્હી ખાતે બેઠક યોજી આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી.

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થા એટલે કે ઈસરો ભુતાનમાં જે ગ્રાઉન્ડ સ્ટેશન સ્ટ્રેટેજી એસેટ તરીકે દેશની તાકાતને બમણી કરવા અગ્રેસર થઈ રહ્યું છે અને ચીન દ્વારા જે તિબેટમાં સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે તેનો વળતો જવાબ ભારતે આપ્યો છે અને આ એક રાજકીય રણનીતિ માનવામાં આવી રહી છે. ચીને તિબેટના નગારી વિસ્તારમાં આધુનિક સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટર અને ખગોળીય શાળા સ્થાપિત કરી છે. જેમાં અધિકારીઓનું માનવું છે કે, ચીનની આ કેસેલીટી એટલી અદ્યતન છે કે, તે ભારતીય સેટેલાઈટોને ટ્રેક પણ કરી શકે છે. જેને લઈ ભારતનો આ વળતો જવાબ ચીન માટે માનવામાં આવી રહ્યો છે.

ભારત અનેકવિધ ક્ષેત્રે અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે ગ્રાઉન્ડ સ્ટેશનો ઉભા કરવા તે ભારત માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે અને અવકાશ ક્ષેત્રે અનેકવિધ દેશોમાં એક આગવું સ્થાન ઉભુ કરશે. ગ્રાઉન્ડ સ્ટેશન ઉભા કરવાનો મુખ્ય હેતુ તો ચીન જે રીતે અવકાશ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તેને કરારો જવાબ આપવા આ પ્રકારના પાંચ દેશોમાં ગ્રાઉન્ડ સ્ટેશનો ઉભા કરાશે જેની સામે ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ પણ જણાવતા કહ્યું હતું કે, આ પગલાથી ઈન્ટરનેટ સેવાઓ તથા અનેકવિધ મુદ્દાઓમાં ઈસરોને ઘણી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થશે જે ખરા અર્થમાં ખૂબજ કાબીલેતારીફ પગલુ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.