Abtak Media Google News

બ્રિટનમાં ઈન્ડિયન ગ્લોબલ વીકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

ભારત એવું ટેલન્ટ પાવર હાઉસ છે જેનો ઉજાશ આખી દુનિયામાં ફેલાયો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગ્લોબલ વીકને સંબોધતા જણાવ્યું હતું કે, વિશ્વની સમૃદ્ધિ અને શાંતિ માટે ભારત એક પછી એક પગલા ભરી રહ્યું છે. ભારત એવું ટેલન્ટ પાવર હાઉસ છે જેના (ઉજાસ) અજવાળા આખા વિશ્વમાં પથરાય છે.

ઈન્ડિયા ગ્લોબલ વીકમાં સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું કે, દેશ ઉપર સામાજીક આફત હોય કે આર્થિક આફત હોય ભારતે હંમેશા આગળ વધીને કામ કર્યું છે. ભારત વિશ્વની સમૃદ્ધિ અને સારા માટે ભારત દરેક પગલા લેવા તૈયાર છે. આ ભારત છે જે ટ્રાન્સફોર્મ અને પરફોર્મમાં વિશ્વાસ રાખે છે.

વડાપ્રધાને કોરોના વાયરસ સંકટ તથા અર્થ વ્યવસ્થા સામેના પડકારોની પણ વાત કરી હતી અને સાથે સાથે રોકાણકારોને પણ ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

આજે અમે કોરોના વાયરસ સામે લડી રહ્યાં છીએ અને સાથે સાથે અમારી નજર અર્થ વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ છે. અમે છેલ્લા છ વર્ષમાં કેટલાક એવા નિર્ણયો લીધા છે જેથી આગામી સમયમાં સફળતા રહે. જીએસટી સહિતના કેટલાય નિર્ણયો એના નમુના છે. કોરોના સંકટ વચ્ચે અમે આમ આદમીને મદદ કરવાની કોશિષ કરી છે. હવે અમે અર્થ વ્યવસ્થા ઉપર ધ્યાન આપી વધુ સરળ બનાવી રહ્યાં છીએ.

અમે રાહત પેકેજની જાહેરાત કરી અને ગરીબોના ખાતામાં સીધા નાણા જમા કર્યા, સરકારે ગરીબોને ભોજન પણ આપ્યું. હવે અનલોકના સમયમાં શ્રમિકોને રોજગારી પુરી પાડવા પ્રયાસો ચાલુ છે. આનાથી રોજગારી મળશે અને ગામડાની માળખાકીય સગવડો વધશે. ભારતમાં જે દવાઓ બની રહી છે એ વિશ્વની જરૂરતને પૂરી કરે છે. ભારતમાં કોરોના વાયરસની રસી બનાવવામાં આવી રહી છે. રસી બનાવવામાં ભારતની મહત્વની ભૂમિકા છે. દેશ આજે ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધી રહ્યો છે.

૩૦ દેશોના ૫ હજાર લોકો ભાગ લઈ રહ્યાં છે

ત્રણ દિવસની આ વર્ચ્યુઅલ કોન્ફરન્સનો વિષય છે. “બી ધ રિવાઈવલ ઈન્ડિયા એન્ડ યુ બેટર ન્યુ વર્લ્ડ ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦માં ૩૦ દેશોના ૫ હજાર લોકો ભાગ લઈ રહ્યાં છે. ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦માં વિશ્ર્વના ૨૫૦ વકતવ્યો ૭૫ સેશન કરશે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ આમાં ભાગ લેશે.

ટ્રાન્સફોર્મ ને પરફોમ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત દેશ હવે બદલાઈ ગયો છે. ભારત હવે એવો દેશ બન્યો છે જે ટ્રાન્સફોર્મ એટલે કે પરિવર્તનમાં માનનારો અને પરફોર્મ કરનારો એટલે કામમાં વિશ્વાસ રાખનારો, કામ કરી બતાવનારો દેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.