Abtak Media Google News

ભારતીય સેનાએ મ્યાન્માર સરહદ પર એકવાર ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક  જેવી કાર્યવાહી કરી છે. આજે સવારે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ નાગા ઉગ્રવાદીઓના કેમ્પ પર આ કાર્યવાહી કરવામાં આવી. કહેવાય છે કે મ્યાન્માર સરહદ પર લાંખ્લુ ગામમાં ભારતીય સેનાએ જોરદાર હુમલો કર્યો છે. આ હુમલામાં નાગા ઉગ્રવાદીઓને ખુબ નુકસાન પહોંચ્યું છે. ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે બરાબર એક વર્ષ પહેલા 28-29 સપ્ટેમ્બરની રાતે ભારતીય સેનાએ એલઓસી પર પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં આતંકીઓના અનેક લોન્ચિંગ પેડ તબાહ કરવામાં આવ્યાં હતાં. સેનાએ જો કે આ કાર્યવાહી માટે સર્જિકલ સ્ટ્રાઈક શબ્દનો ઉપયોગ કર્યો નથી. એટલું જરૂર કહ્યું કે ભારત-મ્યાનમાર સરહદ પર આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો. કાર્યવાહીમાં NSCN(K)ના અનેક ઉગ્રવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

Advertisement

મળતી માહિતી મુજબ આ કાર્યવાહીમાં સેનાનો કોઈ જવાન ઘાયલ થયો નથી. સેનાનું આ ઓપરેશન આસામ-નાગાલેન્ડ સરહદ પાસે થયું. સેનાએ વહેલી સવારે ઓપરેશન શરૂ કર્યું અને લાંખ્લુ ગામ પાસે ઘૂસીનેને નાગા ઉગ્રવાદીઓ પર હુમલો કર્યો. આ જગ્યા ભારત-મ્યાન્માર બોર્ડરથી લગભગ 10 થી 15 કિમી દૂર છે. હુમલામાં NSCN(K) કેડરના ઉગ્રવાદીઓને ખુબ નુકસાન પહોંચ્યુ હોવાના અહેવાલો છે. અનેક ઉગ્રાવાદીઓનો ખાત્માની પણ પૂરેપૂરી શક્યતા છે.

ભારતીય સેનાએ આ કાર્યવાહી ઈનપુટના આધારે કરી છે. સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ સેના અને નાગા ઉગ્રવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું. ત્યારબાદ સેનાએ ઉગ્રવાદીઓનો ખાત્મો કર્યો. અત્યાર સુધી કેટલા નાગા આતંકીઓ માર્યા ગયા તેનો આંકડો ઉપલબ્ધ નથી.

આ અગાઉ જૂન 2015માં ભારતીય સેનાએ ક્રોસ બોર્ડર ઓપરેશનમાં મ્યાનમારની સરહદમાં ઘૂસીને 15 ઉગ્રવાદીઓનો ખાત્મો કર્યો હતો. ભારતીય સેનાએ મણિપુરના ચંદેલમાં થયેલા હુમલામાં 18 સૈનિકો માર્યા ગયા બાદ આ કાર્યવાહી કરી હતી. NSCN(K) અને કેવાયકેએલના ઉગ્રવાદીઓને ખુબ નુકસાન પહોંચ્યુ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.