Abtak Media Google News

શકિત, ભકિત અને આરાધનાનું મહાપર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા નવ વિલાસ પુષ્ટિરસ રાસોત્સવનું ભવ્ય આયોજન ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ધોળકિયા સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં છેલ્લા ૧૨ વર્ષથી કરવામાં આવે છે. આ રાસોત્સવમાં કૃષ્ણ ભગવાન દ્વારા જે શરદોતસવ રાસ કરવામાં આવ્યા હતા. તે હેતુથી આ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમર સુધીના બધા જ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાય છે અને પ્રાચીન ગરબામાં તાલ સાથે રંગેચંગે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે. ખાસ તો આ નવવિલાસ રાસની શરૂઆત કાલીંદીવવજીએ કરાવી હતી અને કાલે આ પ્રસંગે વલ્લભ બાવાજી, શીલુ બાવાજી, રતનેશ બાવાજી અને પ્રબોધ બાવાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વ્રજ બિલ્ડરના ઓનર મનસુખભાઈ સાવલિયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવવિલાસ પુષ્ટિરાસ રાસોત્સવનું આયોજન છેલ્લા૧૨ વર્ષથી કરીએ છીએ. પૃષ્ટિમાર્ગ ઉત્સવ સમિતિ અને દ્વારકેશ ગ્રુપ બંનેના સંયુકત ઉપક્રમે દસથી બાર વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. ખાસ તો કૃષ્ણ ભગવાને શરદોત્સવનો રાસોત્સવ કર્યો હતો. તેના જ હેતુ અને માહોલ સાથે આ રાસોત્સવમાં લગભગ ૯ નોરતા દરમિયાન દરરોજ ૮ થી ૧૦ હજાર માણસો જોડાય છે. દરેક ધર્મપ્રેમી જનતા માટે ખાસ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ રાસોત્સવમાં બીપીન અદવાણી, ધનસુખભાઈ વેકરીયા, પ્રફુલ સાંગાણી, નરેશ નારીયા, નવનીત ગજેરા, કુમન વાસાણીનો સહયોગ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.