Abtak Media Google News

અબતક રજવાડી રાસ મહોત્સવને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ: દરરોજ અવનવા આયોજનો થકી રાસ રસિયાઓના ઉમંગને બમણો કરવા આયોજકો આતુર: છઠ્ઠા નોરતે ગેમ ઓવર મુવીના સ્ટાર કાસ્ટ બન્યા અબતક રજવાડીના મહેમાન: ખેલૈયાઓને પોતાને તાલે ઝુમાવી ફિલ્મ નિહાળવા આપ્યો આવકાર: આજે સાતમા નોરતે અવનવા આયોજનો સાથે અબતક રજવાડીના ખેલૈયાઓ રાસની રંગત જમાવશે

માઁ જગદંબાની ઉપાસનાનો આજે સાતમો દિવસ છે. છેલ્લા છ દિવસથી ઠેરઠેર આદ્યશકિતની અખંડ આરાધના ચાલી રહી છે. શેરી, મહોલ્લા, સોસાયટી, પાર્ટી પ્લોટ, ગામ અને શહેર સર્વત્ર સ્થળે પોત પોતાની રીતી નવરાત્રી મહાપર્વની ઉજવણી ચાલી રહી છે. છઠ્ઠા નોરતે પણ યુવાધનનો તરવરાટ મધરાત સુધી અકબંધ જોવા મળ્યો હતો. નવા જ ઉમંગ અને જોશ સાથે ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.વિશેષ વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષથી રજવાડી રાસોત્સવનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે આ વર્ષે રજવાડી સાથે ‘અબતક’ મિડિયા હાઉસ જોડાતા આયોજનમાં ચાર ચાંદ લાગ્યા છે. અબતક રજવાડી રાસ મહોત્સવ શહેરના તમામ અર્વાચીન રાસોત્સવમાં અવ્વલ છે. અબતક રજવાડીના ભવ્યાભિ ભવ્ય આયોજનથી દરરોજ હજારો ખેલૈયાઓ ગરમે રમવા આવી રહ્યા છે. રોજે રોજ રાસ રસિયાઓની ભીડ વધતી જાય છે. છેલ્લા છ દિવસથી અબતક રજવાડીના ધમાકેદાર આયોજનમાં અનેક ખેલૈયાઓ પરંપરાગત પોષાકમાં શકિતની ઉપાસના માટે ઉમટી પડે છે. આજ રાત્રે ફકીરા એન્ડ ખેતા ગ્રુપ રાજસ્થાનના ખેતા ખાન અને ફકરા ખાન રાસ્થાની આગવી શૈલીમાં ગીત સંગીતના માઘ્યમથી ઘૂમ મચાવશે.ે આ મીર બંધુઓ ઇન્ડિયન આઇડોલમાં પાર્ટીસીયેટ થયા હતા. જયાંથી તેમણે દેશના અનેક લોકોના મનમાં સ્થાન મેળવી લીધું હતું. તેમને ચમકાવતો દિલ હૈ હિન્દુસ્તાની શો પણ ખુબજ લોકપ્રિય થયો હતો.‘અબતક રજવાડી રાજ મહોત્સવમાં’ આયોજકો દ્વારા ફુડ ઝોનથી લઇને ભવ્ય સાઉન્ડ સિસ્ટમ તેમજ ખેલૈયાઓ માટે ચુસ્ત સલામતીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આયોજકો દ્વારા નવે નવે દિવસનું બેનમુન આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના નવરંગો બરાબર ધોળાઇ ગયા છે ત્યારે છઠ્ઠા નોરતે  ‘અબતક રજવાડી રાસ’રસીયાઓએ ઘૂમ મચાવી હતી. આયોજકોને તેમની સમગ્ર ટીમ દ્વારા પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે.ગઇકાલે નવરાત્રીના છઠ્ઠા દિવસે હજારો યુવા હૈયાઓ પરંપરાગત પોષાકમાં ગુજરાત ગરબા તેમજ ફયુઝન ગીતો ઉપર ઝુમી ઉઠયા હતા. ખેલૈયાઓના જોશ અને ઉત્સાહને વધારવા છઠ્ઠા દિવસે પણ લાખેણા ઇનામોની વણઝાર કરવામાં આવી હતી. ઉપરાંત રાત રસિયાઓના ઉત્સાહને બમણો કરવા  ‘અબતક રજવાડી રાસ મહોત્સવ’ આંગણે ગેમ ઓવર મુવીના સ્ટાર કાસ્ટ ઉ૫સ્થિત રહ્યા હતા. અને ખેલૈયાઓને પોતાના તાલે ઝુમાવ્યા ઉપસ્થિત  તમામ કલાકારોએ લોકોને પોતાની ફિલ્મ અચુક નિહાળવા આવકાર્યા હતા. ફિલ્મ પ્રોડયુસર પ્રકાશભાઇ, ગુરલીન ચોપડા, પ્રમોદ શીખરે, ઝુસન ખાન અહંમ અબ્બાસ અલી તેમજ પ્રવેશિકા સહીતના રહ્યા ઉ૫સ્થિતઅત્રે ઉલ્લેખનીય છે કે અબતક રજવાડી રાસ મહોત્સવમાં કોઇપણ જાતના ફાયદા કે નુકશાનની ગણતરી વિના છેલ્લા પાંચ વર્ષથી ખેલૈયાઓ માટે બેનમુન ધમાકેદાર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષના આયોજનને પણ લોકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. અબતક રજવાડી રાસ મહોત્સવનું ફુલ કવરેજ આપવા ટીમ અબતક છેલ્લા છ દિવસથી ઉત્તમ કામગીરી બજાવી રહી છે. આજે સાતમા નોરતે પણ અતબક રજવાડીમાં ખેલૈયાઓ ધમાકેદાર પફોમન્સ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.