Abtak Media Google News

ગુજરાતમાંથી ૬પ૦૦ જેટલા સંભવત ઉમેદવારો રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ (NEET) પી.જીની પરિક્ષા આપસો આ પરિક્ષા પ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ યોજાનારી છે.રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (એનબીઇ) એ મંગળવારે સરકારી, ખાનગી, ડીમ્ડ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં માસ્ટર સર્જરી (એમએસ) અને ડોક્ટર મેડિસિન (ડીએમ) જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET PG ૨૦૨૦ માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી છે.ગયા વર્ષે, પરીક્ષા આપનારા લગભગ ૬,૩૦૦ ઉમેદવારોમાંથી ૩,૧૦૦ લાયક થયા હતા.રાજ્યમાં કુલ મળીને ૧,૬પ૦ બેઠકો છે જેમાં બિન-ક્લિનિકલ અભ્યાસક્રમો માટેની ૩પ૨ બેઠકો ખાલી રહી છે.  NEET PG ની પરીક્ષા કોમ્પ્યુટર્સ દ્વારા લેવામાં આવશે.   NBE એ NEET-MDS ૨૦૨૦, FMGE ડિસેમ્બર ૨૦૧૯ અને PDCET જાન્યુઆરી ૨૦૨૦ માટેની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી. તેઓની ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ પરીક્ષા લેવામાં આવશે.

NEET PG ૨૦૨૦ માટેની પરીક્ષા પદ્ધતિમાં ૩૦૦ એમસીકયુ પ્રકારના પ્રશ્નો હશે, જેના માટે ઉમેદવારો પાસે ત્રણ કલાક અને ૩૦ મિનિટ જેટલો ટાઈમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.