Abtak Media Google News

આઠ મહિનાના સમયગાળામાં ન્યુઝીલેન્ડ ,વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા ભારતનો પ્રવાસ ખેડશે. 

બીસીસીઆઈએ ભારતીય ટીમ માટે આગામી આઠ માસ નું ક્રિકેટ કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમ ચાર ટેસ્ટ ત્રણ વન ડે અને ૧૪ t20 મેચ રમશે નવેમ્બર 2021 થી જૂન 2022 એટલે કે આઠ મહિનાના આ સમયગાળામાં ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડસે. આ કેલેન્ડરમાં આશ્ચર્યની વાત એ છે કે આ આઠ મહિનાના આ સમયગાળામાં ભારતીય ટીમ માત્ર ત્રણ વન ડે રમશે જેમાં તમામ ત્રણ વન ડે વેસ્ટ ઈન્ડિઝ સાથે યોજાવાનું જાહેર કયુ છે.

જાહેર થયેલા કાર્યક્રમમાં ભારત કિવિ સામે બે ટેસ્ટ અને ૩ ટી ટ્વેન્ટી મેચ રમશે જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ વન ડે અને 5 t20 મેચ રમાશે એવી જ રીતે શ્રીલંકા સામે બે ટેસ્ટ અને ૩ ટી20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે અંતમા સાઉથ આફ્રિકા સામે પણ ભારતીય ટીમ પાંચ ટી-20 મેચ રમશે જેમાંનો એક મેચ રાજકોટ ખાતે પણ રમાડવામાં આવશે.

મહત્તમ ૧૪ ટી20 મેચમાં ભારતીય ટીમ અને નવોદિત ખેલાડીઓને તક આપે તો નવાઈ નહીં સામે ટી20માં  કે રાહુલને પણ સુકાની પદ  સોંપવામાં આવે તો નવાઈ નહીં. આઈ પી એલ બાદ વિરાટ કોહલી ટી20 ફોર્મેટમાં  ભારતીય ટીમનું સુકાની પદ નહીં ભોગવે ત્યારે રોહિત શર્મા કે રાહુલ જેવા નવોદિત ખેલાડીઓને તક મળે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.