Abtak Media Google News

ભારતે પાક.ને 4-0થી મ્હાત આપી

સુનિલ છેત્રીએ હેટ્રિક ગોલ કરીને મલેશિયાના પૂર્વ ફૂટબોલર મોખતાર દહરીના 89 ગોલના રેકોર્ડને પાછળ છોડ્યો

ભારતમાં ક્રિકેટ ફેન્સ વધારે જોવા મળે છે. પણ તે બધા વચ્ચે જો ભારતમાં ફૂટબોલમાં પણ ક્રેઝ વધ્યો હોય, તો તેનું કારણ છે સુનિલ છેત્રી. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી એ આજે 90મો ગોલ કરીને મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.

Advertisement

બેંગ્લોરમાં એસએએફએફ ચેમ્પિયનશિપ 2023ની શરુઆત થઈ હતી. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે 21 જૂનના રોજ સાંજે 7.30 કલાકે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચની શરુઆત થઈ હતી. આ મેચમાં બંને હાફમાં 2-2 ગોલ કરીને ભારતીય ટીમે 4-0થી પાકિસ્તાન સામે જીત મેળવી હતી.

ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનિલ છેત્રી એ આ મેચમાં પ્રથમ હાફમાં 2 અને બીજા હાફમાં 1 ગોલ કરીને ભારતીય ટીમને મોટી લીડ અપાવી હતી. આ સાથે જ તે વિશ્વના દિગ્ગજ ફૂટબોલર્સની લિસ્ટમાં આગળ આવ્યો છે. ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનિલ છેત્રી એ આ મેચમાં પ્રથમ હાફમાં 2 અને બીજા હાફમાં 1 ગોલ કરીને ભારતીય ટીમને મોટી લીડ અપાવી હતી. આ સાથે જ તે વિશ્વના દિગ્ગજ ફૂટબોલર્સની લિસ્ટમાં આગળ આવ્યો છે.

સુનિલ છેત્રી એ આજે હેટ્રિક ગોલ કરીને મલેશિયાના પૂર્વ ફૂટબોલર મોખતાર દહરીના 89 ગોલના રેકોર્ડને પાછળ છોડ્યો હતો. તે દહરીને પછાડીને દેશ માટે સૌથી વધારે ગોલ કરનાર ખેલાડીની લિસ્ટમાં ચોથો ક્રમ મેળવી લીધો છે.

સૌથી વધારે 123 ગોલ સાથે પોર્ટુગલનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે. 109 ગોલ સાથે ઈરાનનો પૂર્વ ખેલાડી અલી દાઈ બીજા સ્થાને છે. જ્યારે આર્જેન્ટિનાનો મેસ્સી 103 ગોલ સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. જ્યારે આર્જેન્ટિનાનો મેસ્સી 103 ગોલ સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.

સાઉથ એશિયા ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપમાં સુનિલ છેત્રીએ ભારતનો ડંકો વગાડ્યો છે.કેપ્ટન સુનિલ છેત્રીએ હેટ્રિક ત્રણ ગોલ કરી 40 થી પાકિસ્તાન સામે ભારતને જીત અપાવી છે તેની સાથે જ છેતરી ઈરાનના અલી દેઈને પાછળ મૂકી સર્વાધિક ગોલ કરનાર બીજો એશિયન ફૂટબોલર બન્યો છે.જોકે મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે વાતાવરણ પણ થોડું ગરમાયું હતું.

ગઈકાલે બેંગ્લોરમાં સાઉથ એશિયા ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપનો મેચ શ્રીકાંતીરવા સ્ટેડિયમમાં રમાયો હતો.મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સુનિલ છેત્રી એ હેટ્રિક ત્રણ ગોલ કર્યા હતા. મેચ શરૂ થવાની માત્ર 10 મી મિનિટે તેણે પહેલો ગોલ કર્યો હતો. થોડી મિનિટો બાદ પાકિસ્તાની ગોલકીપરની ભૂલના કારણે ભારતને પેનલ્ટી મળી હતી જેમાં સુનિલ છેત્રીએ ગોલ કરી કોડ સ્કોરબોર્ડ પર બે ઝીરો નું બોર્ડ લગાવી દીધું હતું મેચની 30મી મિનિટે એક ફ્રી કીક ગોલ ચુકી ગયો હતો પરંતુ 74મી મિનિટે ફરી એક વખત ભારતને પેનલ્ટી કીક મળી હતી ત્યારે સુનિલ છેત્રીએ ગોલ કરી પોતાની હેટ્રિક પુરી કરી હતી અને ભારતની જીત વધુ સુનિશ્ચિત કરી હતી.જેની સાથે ભારતીય ફૂટબોલ ટીમનો જાબાજ કેપ્ટન સુનિલ છેતરી ઈરાનના અલી બેને પાછળ મૂકી સૌથી વધુ ગોલ કરનાર બીજો એશિયન ફૂટબોલર બન્યો હતો.મેચ પૂર્ણ થવાની ફક્ત નવ મિનિટ પહેલા સબસ્ટિટ્યૂટ પ્લેયર તરીકે આવેલા ઉદાંતા સિંહ દ્વારા ગોલ કરી સ્કોરને પર 4-0 પર લાવી દીધો હતો.પાકિસ્તાન સામેના જુસ્સાભર્યા મેચને સ્ટેડિયમમાં આવેલા 22,860 દર્શકોએ નિહાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.