Abtak Media Google News

રાજકોટની ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ

વડોદરાનું ગોયલ ગ્રુપ અને ગાંધીધામના કચ્છ કેમિકલ વચ્ચે કનેક્શન ખુલ્યું: વહેલી સવારથી જ અધિકારીઓ સર્ચમાં જોડાયા

કંપનીના દરેક ડિજિટલ ડેટા આવકવેરા વિભાગે જપ્ત કર્યા: મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા

છેલ્લા ઘણા સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેનામી વ્યવહારો ઉપર રોક મૂકવા અને કરચોરોને ડામવા દેશનું નાણામંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ હરકતમાં આવ્યું છે. જેના ભાગરૂપે આવકવેરા વિભાગ દ્વારા વડોદરાના ગોયલ ગ્રુપ કે જે કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે એટલું જ નહીં ગાંધીધામના કચ્છ કેમિકલમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંને કંપનીઓ વચ્ચે કનેક્શન છે અને બેનામી વ્યવહારો પણ કર્યા હોવાનું ખુલ્યું છે.

અમદાવાદ, વડોદરા અને રાજકોટના આવકવેરા વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. અને પ્રાથમિક સ્તરે બને કંપનીઓના ડિજિટલ ડેટા હસ્તગત કરી લીધા છે. કંપનીના ડાયરેક્ટરો ભાગીદારો સહિત કંપની સાથે જોડાયેલા અનેક લોકોની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશન વહેલી સવારથીજ શરૂ કરવામાં આવ્યું હતું. અને એટલુંજ નહીં આ સર્ચ ઓપરેશન હજુ કેટલો સમય ચાલશે એનો કોઈ અંદાજ નથી. પરંતુ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખુબજ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ બાકી રહેતો આવકવેરા વિભાગનો લક્ષ્યાંક પૂરો કરવા માટે હવે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ત્યારે ગુજરાતની અન્ય કેમિકલ કંપનીઓ પણ આવકવેરા વિભાગના રડારમાં આવી ગઈ છે અને એ વાત સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે તેમના ઉપર પણ અસર ઓપરેશન હાથ ધરાશે. કબજેવહેલી સવારે આવકવેરા વિભાગની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી છે.

નિવાસસ્થાન, ઓફિસો,  સહિત અનેક સ્થળો પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બેનામી કાળું નાણું બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિવાસ સ્થાન અને ઓફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો, બેંક પાસબૂક સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા. આવકવેરા વિભાગને દરોડા દરમિયાન બિનહિસાબી રોકડ, જર ઝવેરાત પણ હાથ લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ સરચ ઓપરેશનમાં રાજકોટ વડોદરા અને અમદાવાદના આવકવેરા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. દરોડાને પગલે બેનામી આવક એકઠી કરીને બેઠેલા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડાની કામગીરી કેટલા દિવસ સુધી ચાલે તેનો કોઈ અંદાઝ નથી અને દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બિનહિસાબી આવક બહાર આવે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.