Abtak Media Google News

યુનાઈટેડ આરબ અમીરાતમાં તારીખ ૧ જાન્યુઆરી ૨૦૧૮થી વેલયુએડેડ ટેકસ (વેટ) લાગુ કરાશે: ભારતીય સી.એ.ની ડીમાન્ડ

ભારતના ચાર્ટડ એકાઉન્ટન્ટો (સી.એ.)માટે યુ.એ.ઈ.માં સોનેરી તકો છે !!! કેમ કે ભારતમાં અત્યારે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ને લઈને કામ કરતા ચાર્ટડ એકાઉન્ટન્ટોની બોલબાલા છે. હવે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં પણ નજીકના દિવસોમાં વેટ એટલે વેલ્યુએડેડ ટેકસ લાગુ થવાનો છે ત્યારે આરબ દેશોમાં ભારતીય ચાર્ટડ એકાઉન્ટન્ટોની ડિમાન્ડ નીકળી છે. આગામી ૧ જાન્યુઆરી ૨૦૧૮થી વેટ લાગુ કરાશે.

ભારતમાં જીએસટી ગત જુલાઈથી લાગુ કરાયો છે. યુએઈ (દુબઈ, શારજાહ) બાદ અન્ય આરબ દેશો પણ નવી ટેકસ નીતિ એટલે કે વેટ લાગુ કરવાના છે. ભારતીય ચાર્ટડ એકાઉન્ટન્ટોની ડિમાન્ડ એટલા માટે છે કે તેઓને ભાષાની સરહદ નડતી નથી.

હિન્દી બોલી શકતા ભારતીય સી.એ. આસાનીથી યુએઈમાં સેટલ થઈ શકે છે. અત્યારે યુએઈમાં જે ભારતીયો વસે છે તેમને પણ અગર અંગ્રેજી, ઉર્દુ, ફારસી કે અરબી ભાષા નથી આવડતી પણ અગર હિન્દી કડકડાટ લખતા વાંચતા બોલતા આવડે છે તો તેમને યુ.એ.ઈ.માં સેટલ થવામાં જરાય વાંધો નથી આવતો.

મુંબઈના દિપક ચીખલીકરે અહીં દુબઈમાં જણાવ્યું હતું કે, હું અગાઉ સે.આફ્રિકામાં હતો ત્યારે મને ભાષાનો પ્રશ્ર્ન હતો કેમ કે ત્યાં લોકલ ભાષા ચાલતી હતી હવે જયારે હું દુબઈમાં પરીવાર સાથે સ્થાપીત થયો છું તો મને અંગ્રેજી અને હિંદી ખપમાં લાગે છે. અરબી ભાષા પણ શીખી લઈએ તો સારું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.