Abtak Media Google News

દેશનું પ્રથમ મેડિકલ ડિવાઈસ પાર્ક કેરેલામાં સ્થપાશે: આજે કેરલના મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ કાર્યક્રમ

મેડિકલ ઉપકરણો માટે આરએનડી, ઉપકરણોના ટેસ્ટીંગ અને તેની મુલ્યાંકનની કામગીરી હાથ ધરાશે

દેશ હાલ તમામ ક્ષેત્રે વિકસિત થવા માટે આગળ આવી રહ્યું છે ત્યારે મેડિકલ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવાના સ્વપ્ન હેઠળ ભારતે એક વિરાટ પગલું આગળ ધપાવ્યું છે જેમાં દેશનું પ્રથમ મેડિકલ ડિવાઈસ પાર્ક કેરેલા ખાતે સ્થાપવામાં આવશે જેનું આજે કેરલના મુખ્યમંત્રી પિન્નારાઈ વિજયનના વરદ હસ્તે કરવામાં આવશે. આ મેડિકલ ડિવાઈસ પાર્કમાં મેડિકલ ઉપકરણો માટેના આરએનડી, ઉપકરણોના ટેસ્ટીંગ અને તેના મુલ્યાંકનની કામગીરી હાથ ધરાશે. બીજી તરફ હાઈરીસ્ક મેડિકલ ડિવાઈસનું પણ નિર્માણ આ પાર્કમાં થશે. મેડિકલ ક્ષેત્રે અત્યાર સુધી ભારત વિદેશી સાધનોના ઉપયોગથી ઓપરેશન સહિતના તમામ તબીબી પ્રશિક્ષણ હાથ ધરવામાં આવતા હતા પરંતુ હવે જે સાધન વિદેશથી મંગાવવામાં આવેલા હોય તેનું નિર્માણ પણ સ્વદેશી એટલે કે ભારત દેશમાં જ જોવા મળશે.

Advertisement

જે મેડિકલ પાર્ક કેરેલા ખાતે બનવા જઈ રહ્યું છે તે શ્રી ચિત્રા તિરૂનાલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહિયારા પ્રયાસ થકી બનાવવામાં આવશે જે કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને સ્વાયત રીતે સંલગ્ન રહેશે. આ મેડિકલ ડિવાઈસ પાર્કમાં કેરેલા સ્ટેટ, ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના સાથથી તિરૂવનંતપુરમ ખાતે મેડિકલ ડિવાઈસ ઉભું કરવામાં આવશે. આ પાર્કમાં તમામ તબીબી ઉપકરણો માટે આરએનડી, ટેસ્ટીંગ, મુલ્યાંકન, ઉત્પાદન, ઈનોવેશન અને ઉપકરણો અંગેના અભ્યાસો હાથ ધરવામાં આવશે. બીજી તરફ મેડિકલ ડિવાઈસ પાર્ક બનવાના કારણે નાના ઉધોગો કે જે તબીબી ઉપકરણો બનાવી રહ્યા છે તેને પણ અનેકઅંશે લ્હાવો મળવાપાત્ર રહેશે.

શ્રી ચિત્રા છેલ્લા ૩૦ વર્ષથી પણ વધુ સમયથી બાયોમેડિકલ ઉપકરણો બનાવી રહ્યું છે ત્યારે મેડિકલ ડિવાઈસ પાર્કમાં તેના સાથ સહકારથી દેશનું મેડિકલ ક્ષેત્ર પૂર્ણત: આગળ વધશે અને આત્મનિર્ભર બનવા તરફ પણ અગ્રેસર થશે. હાલ કેરેલામાં મેડિકલ ઉપકરણો બનાવતી કંપનીઓનું વાર્ષિક ટનઓવર ૭૫૦ કરોડ રૂપિયાનું જોવા મળી રહ્યું છે કે જે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરતા નજરે પડે છે. હાલ જે રીતે મેડિકલ ઉપકરણો બનાવતી કેરેલાની કંપની અલગ-અલગ રીતે કાર્ય કરી રહી છે તેના બદલે હવે તેઓને એક તાંતણે બાંધી દેવામાં આવશે જેથી તમામ કંપનીઓને યોગ્ય અને પુરતો લાભ મળી રહે. મેડિકલ ડિવાઈસ પાર્કમાં જે ટેસ્ટીંગ અને મુલ્યાંકન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે તેની આંતરરાષ્ટ્રીય એજન્સી તરફથી પણ માન્યતા મળેલી છે. જે કંપનીઓ મેડિકલ ઉપકરણો બનાવી રહી હોય તેઓને પાર્કમાં લાંબા સમયની લીઝ ઉપર જમીન પણ આપવામાં આવશે. સાથો સાથ ડાયરેકટ ૧૨૦૦ લોકોને રોજગારી પણ પુરી પાડવામાં આવશે. એવી જ રીતે ઓઈએમ સપ્લાયર, સર્વિસ પ્રોવાઈડર, માર્કેટીંગ તથા પોસ્ટ માર્કેટીંગની કામગીરી હાથ ધરવા માટે અંદાજે ૪૦૦૦ થી ૫૦૦૦ જેટલી રોજગારીની તકો પણ ઉભી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.