Abtak Media Google News

ભારતે શ્રેણી સરભર કરવાના જ્યારે ઓસ્ટ્રેલીયાએ વન-ડે શ્રેણી કબ્જે કરવાના ઈરાદા સાથે નેટમાં કલાકો સુધી પરસેવો પાડ્યો

બપોરે ૧૨ વાગ્યાથી પ્રેક્ષકોને અપાશે મેદાનમાં પ્રવેશ: પાણીની બોટલ સહિતની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ: મેચ પૂર્ણ થયા બાદ ભવ્ય આતશબાજી

કે.એલ.રાહુલ પાસે વિકેટ કિપીંગ કરાવી ટીમમાં વધુ એક બેટસમેનને રમાડવાનો વિરાટ કોહલીનો વ્યુહ

Untitled 1 11

યજમાન ભારત અને મહેમાન ઓસ્ટ્રેલીયા વચ્ચે આવતીકાલે શુક્રવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ત્રણ વન-ડે મેચની શ્રેણી પૈકીની બીજી મેચ રમાવાની છે. પ્રથમ મેચમાં ભારતને ૧૦ વિકેટે કારમો પરાજય આપી ઓસ્ટ્રેલીયાએ શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે. શ્રેણીમાં વાપસી કરવાના બુલંદ ઈરાદા સાથે આજે ભારતીય ટીમના ખેલાડીઓએ કોચ રવિ શાસ્ત્રીની આગેવાનીમાં કલાકો સુધી મેચમાં પરસેવો પાડયો હતો. તો ભારતને ઘર આંગણે વન-ડે શ્રેણીમાં પરાજય આપવાના ઉદ્દેશ સાથે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓએ પણ કલાકો સુધી નેટ પ્રેક્ટિસ કરી હતી. બન્ને ટીમના ખેલાડીઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. જે રીતે વિશ્ર્વની બે ટોચની ટીમ વચ્ચે કાલે રાજકોટમાં વન-ડે રમાવાનો છે તે ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચક બની રહે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

શુક્રવારે રાજકોટ ખાતે રમાનારી ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે રમવા માટે બુધવારે જ બન્ને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ચૂકયું હતું. ભારતીય ઓપનર રોહિત શર્મા કાલે રાત્રે ટીમ સાથે જોડાયો હતો. તો સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી આજે બપોરના ફલાઈટમાં રાજકોટ આવી પહોંચયા હતા. સીધા જ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પેક્ટિસ માટે ટીમ સાથે જોડાઈ ગયા હતા. ઓસ્ટ્રેલીયાની ટીમે સવારના સેશનમાં આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી. સુકાની એરોન ફિંચ, ડેવીડ વોર્નર અને સ્ટીવ સ્મીથે કલાકો સુધી બેટીંગ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે એડમ ઝામ્પાએ પણ બોલીંગની પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો. રાજકોટની વિકેટ હમેશા બેટ્સમેનોને યારી આપતી હોય છે અહીં બોલરોનું કચ્ચરઘાણ નીકળી જાય છે ત્યારે બન્ને ટીમના સ્ટાર બોલરો સામે બેટ્સમેનોને કાબુમાં રાખવો સૌથી મોટો પડકાર છે. ભારતીય ટીમમાં જસ્પ્રીત બુમરાહ, મહમદ શામી, રવિન્દ્ર જાડેજા, ચહલ જેવા બોલરો છે તો સામે ઓસ્ટ્રેલીયામાં મીચેલ સ્ટાર્ક અને જામ્પાએ પ્રથમ વન-ડેમાં ભારતીય બેટ્સમેનોને કાબુમાં રાખયા હતા. મુંબઈ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં એક તબક્કે ભારતનો સ્કોર ૧૩૪/૧ હતો જ્યારે ટીમ માત્ર ૨૫૫ રન જ બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ લક્ષ્યાંક ઓસ્ટ્રેલીયાની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર ૩૭.૪ ઓવરમાં હાંસલ કર્યો હતો. ઓપનર ડેવીડ વોર્નર અને ફિંચે આક્રમક-અણનમ સદી ફટકારી હતી. રાજકોટ વનડેમાં પણ ટીમની આ હાલત ન થાય તે માટે આજે ભારતીય બોલરો અને બેટ્સમેનોએ સતત ત્રણ કલાક સુધી આકરી નેટ પ્રક્ટિસ કરી હતી.

વિકેટ કિપર, બેટ્સમેન રિષભ પંત મુંબઈ વન-ડેમાં કમીન્સની બોલીંગમાં ઘાયલ યો હતો તે રાજકોટ આવ્યો ની. આવામાં આવતીકાલની વન-ડે ન રમે તેવી સંભાવના જણાય રહી છે. તેના સને કે.એલ.રાહુલ પાસે વિકેટ કિપીંગ કરાવી ટીમમાં વધારાના એક બેટ્સમેનને સમાવવાની વ્યુહરચના વિરાટ કોહલી અપનાવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. સવારના સેશન્સમાં ઓસ્ટ્રેલીયાની ટીમે અઢી કલાક સુધી નેટમાં પરસેવો પાડયો હતો. ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધતા સ્પીનર એડમ જામ્પાએ એવો હુંકાર કર્યો હતો કે, રાજકોટ વન-ડે જીતી અમે ભારતને ઘર આંગણે વન-ડે શ્રેણીમાં પરાજય આપવાનો પ્રયાસ કરીશું. ભારતીય ટીમે બપોરે ૨ થી લઈ ૫ વાગ્યા સુધી નેટ પ્રેક્ટિસ કરી હતી. ગઈકાલે ટીમની સો ન આવેલા સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી આજે બપોરે રાજકોટ આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ પરી હોટલ પર જવાને બદલે સીધા જ ખંઢેરી સ્ટેડિયમે પહોંચી ગયા હતા અને ત્યાં ટીમ સો નેટ પ્રેક્ટિસમાં જોડાઈ ગયા હતા.

ખંઢેરી સ્ટેડિયમ વન-ડે મેચમાં ભારત માટે ખાસ શુકનવંતુ રહ્યું ની. કારણ કે, અહીં અગાઉ બે મેચ રમાય છે તેમાં ઈંગ્લેન્ડ સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતનો પરાજય યો છે. તાજેતરમાં નવેમ્બર માસમાં રમાયેલી બાંગ્લાદેશ સામેની ૨૦-૨૦ મેચમાં ઓપનર રોહિત શર્માની આક્રમક બેટીંગના સવારે ભારતે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાએ બે માસ પહેલા જે પ્રદર્શન ખંઢેરી સ્ટેડિયમ ખાતે કર્યું હતું તેવું જ પ્રદર્શન આવતીકાલે રમાનારી ઓસ્ટ્રેલીયા સામેની વન-ડેમાં કરે તેવું ક્રિકેટપ્રેમીઓ ઈચ્છી રહ્યાં છે.

વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી એરપોર્ટ પરી સીધા જ ગ્રાઉન્ડ પર પહોંચ્યા: ટીમ સાથે નેટ પ્રેક્ટિસમાં જોડાયા

01 1

શુક્રવારે રાજકોટમાં રમાનારી શ્રેણીની બીજી વન-ડે માટે ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જો કે સુકાની વિરાટ કોહલી, ઉપ સુકાની રોહિત શર્મા અને કોચ રવિ શાસ્ત્રી ટીમ સાથે આવ્યા ન હતા. રોહિત શર્મા કાલે રાતની ફલાઈયમાં રાજકોટ આવી પહોંચ્યો હતો જ્યારે સુકાની વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી આજે બપોરની ફલાઈયમાં રાજકોટ આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ પરી હોટલે જવાના બદલે તેઓ સીધા જ  ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતા અને ટીમ સાથે નેટ પ્રેક્ટિસમાં જોડાયા હતા. પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઈ જતા ભારતીય ટીમ સંતોષકારક જુમલો ખડકી શકી ન હતી. બીજા વન-ડેમાં વિરાટનું બેટ ચાલે તેવું ક્રિકેટ પ્રેમીઓ ઈચ્છી રહ્યાં છે. આજે વિરાટે પણ કલાક સુધી બેટીંગ પ્રેક્ટિસ કરી હતી. રવિ શાસ્ત્રીએ તમામ ખેલાડીઓને આકરી નેટ પ્રેક્ટિસ કરાવી હતી.

આવતીકાલની મેચ જીતવી ભારત માટે ફરજિયાત છે. જો કાલની મેચ ગુમાવશે તો ઘર આંગણે વન-ડે શ્રેણીમાંથી હાથ ધોઈ બેસવા પડશે. છેલ્લા ઘણા સમયી ભારત જે રીતે તમામ ફોર્મેટમાં સર્વોતમ પ્રદર્શન કરી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, કાલની વન-ડે જીતી ભારત શ્રેણીમાં વાપસી કરશે

ગરમ વસ્ત્રો ધારણ કરી આવવા પ્રેક્ષકોને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની અપીલ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક દિવસી કાતિલ ઠંડી પડી રહી છે. આજે પણ શહેરનું તાપમાન ૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી હોય. ક્રિકેટપ્રેમીઓને મેચ જોવા માટે ગરમ વસ્ત્રો ધારણ કરીને આવવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો . દ્વારા અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના હોદ્દેદારોએ પ્રેક્ષકો જોગ યાદીમાં જણાવ્યું છે કે, ખંઢેરી સ્ટેડિયમ હંમેશા ક્રિકેટ રસીકોને મોજ કરાવવા માટે જાણીતું છે. ત્યારે કાલે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી મેચ દરમિયાન કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી હોય કોઈ પ્રેક્ષકોને શારીરિક તકલીફ ન પડે તે માટે ગરમ કપડા પહેરીને આવવા અનુરોધ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમમાં પાણીની બોટલ લઈ જવાની મનાઈ હોય છે. ત્યારે એસો. દ્વારા સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે પીવાના પાણીની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.